Home /News /gujarat /

બનાસકાંઠા : સાગરની પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી સંજય પટેલનું અપહરણ કરી ઢોરમાર માર્યો

બનાસકાંઠા : સાગરની પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી સંજય પટેલનું અપહરણ કરી ઢોરમાર માર્યો

બનાસકાંઠા : સાગરની પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી સંજય પટેલનું અપહરણ કરી ઢોરમાર માર્યો

મોબાઈલ પર વાત કરનાર સાગરની પત્ની પાસે રાખડી બંધાવી, અપહરણ કરનાર યુવતીના પતિ સહિત 9 લોકો સામે ફરિયાદ

    આનંદ જયસ્વાલ, પાલનપુર : બનાસકાંઠાનાં પાલનપુરમાં યુવતી સાથે ફોન પર વાતચીત કરવા મામલે યુવતીના પતિ સહિત 9 લોકોએ એક યુવકનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ઢોરમાર માર્યો હતો. બાદમાં યુવતી પાસે રાખડી બંધાવી યુવકને છોડી દેતા પાલનપુર તાલુકા પોલીસ મથકે અપહરણ કરનાર 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

    પાલનપુરમાં યુવતી સાથે ફોન ઉપર વાતચીત કરવા મામલે યુવતીના પતિ સહિત 9 લોકોએ યુવકનું અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દીધો હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરના ગોકુળપરા વિસ્તારમાં રહેતા સંજય પટેલ નામનો યુવક ઇકબાલગઢ ખાતે ગોપાલ ઓટો પાર્ટ્સ નામની દુકાન ચલાવે છે. જે આજે રાબેતા મુજબ તેની ગાડી લઈને પાલનપુરથી ઈકબાલગઢ તરફ ધંધાર્થે જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન ચિત્રાસણી પાસે ત્રણ ગાડીમાં આવેલા નવ શખ્સોએ સંજય પટેલની ગાડીને આંતરીને ઉભી રખાવી હતી તેમજ સંજયને ગાડીમાંથી બળજબરીપૂર્વક કાઢી અપહરણકારો તેની ગાડીમાં નાખી તેને એક ફાર્મ હાઉસ પર લઇ ગયા હતા.

    આ પણ વાંચો - રાજકોટ : પતિ હોળીમાં ચણા મૂકવાનું ભૂલી જતા પત્‍નીએ ઝઘડો શરૂ કર્યો, પતિએ લોખંડની કોશના ઘા ફટકારી પતાવી દીધી

    જ્યાં અપહરણકારોએ સાગરની પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી સંજયને પાઇપ, ક્લચવાયર વડે ઢોર માર માર્યો હતો. બાદમાં સાગરની પત્નીને બોલાવી તેની પાસે રાખડી બંધાવી આ યુવકને ગાડીમાં નાખી ગોકળપુરાના પાટીયા પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા.

    બનાવને પગલે અપહ્વત યુવકના પિતા તેમજ સગા-સંબંધીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અપહરણ કરનાર યુવતીના પતિ સહિત નવ લોકો સમય પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Banaskantha, Latest gujarati news, Latest News, Latest today news, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन