Home /News /gujarat /

બનાસકાંઠા: માત્ર 20 રૂપિયા માટે કરાઇ યુવકની ઘાતકી હત્યા, દારૂ પીવા બોલાવીને માર્યા છરીના અનેક ઘા

બનાસકાંઠા: માત્ર 20 રૂપિયા માટે કરાઇ યુવકની ઘાતકી હત્યા, દારૂ પીવા બોલાવીને માર્યા છરીના અનેક ઘા

હત્યાના આરોપીઓ

Gujarat Crime : ગણતરીના કલાકોમાં જ નવિન માજીરાણાની હત્યા કરનાર આરોપીઓને દબોચી હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો. પીઆઈ એસ.એમ.પટણીએ જણાવ્યા પ્રમાણે, મોટર સાયકલ અને હત્યામાં વપરાયેલા બે છરા પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યાં હતાં.

    બનાસકાંઠા : ડીસામાં (Banaskantha Crime) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણેક દિવસ પહેલા 22 વર્ષના યુવકની માત્ર 20 રુપિયા માટે હત્યા (murder) કરવામાં આવી હતી. યુવકને ચાર લોકોએ ઉપરાછાપરી છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, ડીસા પોલીસે ગણતરીના (Banaskantha murder) કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. આ કેસના ચાર ઓરોપીઓમાંથી બે આરોપીઓ સગીર વયના હોવાથી તેમને બાળ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યા છે.

    દારૂ પીવા બોલાવ્યો હતો

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડીસા શહેરના નેહરૂનગર ટેકરા વિસ્તારમાં 22 વર્ષના યુવકની માત્ર 20 રૂપિયા જેટલી નજીવી રકમના લીધે ઉપરા-છાપરી છરાના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આરોપીઓને ડીસા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. ડીસા શહેરના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતા બાબુભાઈ મગનભાઈ માજીરાણાનો દીકરો નવિન માજીરાણા ગત 26 મેના ગુરૂવારના રોજ મોડી સાંજે ટેકરા વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકી નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પ્રકાશ ઉર્ફે પકો સોમજીભાઈ ઉર્ફે ટીકુભાઈ માજીરાણા અને પૃથ્વીરાજ કેશાજી માજીરાણા રસ્તામાં મળ્યાં હતાં.

    આ પણ વાંચો: ગુજરાતમાં અહીં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન, જાણો વિશેષતાઓ

    ઉપરાછાપરી છરીના ઘા માર્યા

    ​​​​​​​​​​​​​​મૃતક નવિન માજીરાણાએ પ્રકાશ માજીરાણા પાસે 20 રૂપિયા માંગ્યા હતા. જોકે, બન્ને આરોપીઓએ પૈસા ન આપતાં મૃતક યુવકે અપશબ્દો બોલ્યા હતા. જેની અદાવત રાખી તા. 30 મે ની રાત્રે 12-30 વાગ્યાની આસપાસ પ્રકાશ માજીરાણા દારૂ પીવા લઈ જવાનું કહી નવિનને મોટર સાયકલ ઉપર સરકારી વસાહત પાછળના લઈ ગયો હતો. જયાં પૂર્વ આયોજીત કાવતરા મુજબ અન્ય ત્રણ શખ્સો ઉભા હતાં. જ્યાં આ ચારેયે મળીને મૃતક યુવાનને ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા. જે બાદ આ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

    આ પણ વાંચો: રાજકોટમાં પાસપોર્ટ માટે 20,000ની લાંચ માંગનાર જમાદાર સામે ફરિયાદ દાખલ



    બે સગીર આરોપીઓને બાળરિમાન્ડમાં મોકલાયા

    આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધી પીઆઈ એસ.એમ.પટણી સહિત સ્ટાફના માણસોએ તપાસ કરી ગણતરીના કલાકોમાં જ નવિન માજીરાણાની હત્યા કરનાર આરોપીઓને દબોચી હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો. પીઆઈ એસ.એમ.પટણીએ જણાવ્યા પ્રમાણે, મોટર સાયકલ અને હત્યામાં વપરાયેલા બે છરા પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યાં હતાં. બે આરોપીઓ કિશોર વયના હોવાના કારણે પાલનપુર બાળ રિમાન્ડ હોમમાં ખસેડાયા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Crime news, Murder mystery, ગુજરાત, બનાસકાંઠા

    આગામી સમાચાર