Home /News /gujarat /બનાસકાંઠા : ડીસામાંથી ઋત્વિક ઠક્કરનું અપહરણ, પ્રેમ પ્રકરણની અદાવત બન્યું કારણ

બનાસકાંઠા : ડીસામાંથી ઋત્વિક ઠક્કરનું અપહરણ, પ્રેમ પ્રકરણની અદાવત બન્યું કારણ

યુવતીના ભાઈ સહિત 6 સામે ફરિયાદ

Banaskantha News - પોલીસે ગણતરીના કલાકોમાં યુવકને અપહરણકારોની ચુંગલમાંથી છોડાવ્યો

  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના (Banaskantha)ડીસા (Deesa)શહેરમાંથી મોડી રાત્રે યુવકનું અપહરણ (Kidnapping)થયું હોવાની ઘટના સામે આવી છે. એક્ટીવા પર મિત્રો સાથે જઈ રહેલા યુવકનું પ્રેમપ્રકરણની (Love affair)અદાવતમાં સ્વીફ્ટ કારમાં આવેલ છ શખ્સો અપહરણ કરી ગયા હતા. બનાવને પગલે પોલીસે અપહરણકારોની ચુંગલમાંથી યુવકને છોડાવી છ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  ડીસા શહેરમાંથી મોડી રાત્રે એક યુવકનું અપહરણ બાદ છુટકારો થયો છે. ડીસાની સ્ટ્રોબેરી સોસાયટીમાં રહેતો ઋત્વિક ઠક્કર નામનો યુવક રાત્રે તેના બે મિત્રો સાથે એક્ટીવા પર પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપ ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર ચાલકે એક્ટિવાને આંતરીને ઉભું રખાવ્યું હતું. કારમાંથી ઉતરેલા 6 શખ્સોએ બળજબરીપૂર્વક ઋત્વિકનું અપહરણ કરી ગાડીમાં બેસાડી ત્યાંથી નાસી ગયા હતા.

  આ પણ વાંચો - મોરબી : દિવાળીમાં ફરવા ગયેલ પરિવાર બન્યો કાળનો કોળિયો, કાર કુવામાં પડતા ચારના કમકમાટીભર્યા મોત

  ઋત્વિકના મિત્રોએ ઘટના અંગે તેના પિતાને જાણ કરતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવકના પરિવારજનોએ જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી અપહરણ કારોની ચૂંગલમાંથી યુવકને છોડાવ્યો હતો. યુવકનો છુટકારો થતા તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

  ઋત્વિકના મામાના દીકરાએ અપહરણ કરનાર ઉમંગ ઠક્કરની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેની અદાવત રાખી ઉમંગ સહિત 6 શખ્સોએ અપહરણ કર્યું હોવાનુ માલુમ પડ્યું હતું. જેથી યુવકના પિતાએ અપહરણ કરનાર લાખણીના કોટડા- ધુણસોલ ગામે રહેતા ઉમંગ ઠક્કર, વાસુભાઈ ઠક્કર સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી ડીસા ઉત્તર પોલીસે ફરિયાદના આધારે અપહરણ કરી નાસી જનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

  આ પણ વાંચો - રાજકોટ : લગ્નની બીજી રાતે પતિએ પત્નીને એવું તો શું કહ્યું કે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

  બનાસકાંઠાઃ હિટ એન્ડ રનમાં બે પિતરાઇ ભાઇઓના મોત

  બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવે છે. સુઈગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક આવી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. અજાણા વાહનની અડફેટે બાઈક આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ગોલગામ ખાતે રહેતા ત્રણ યુવકો બાઈક લઈને સુઈગામ હાઈવે પરથી પસાર થઈ જતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Banaskantha, Banaskantha News, અપહરણ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन