બનાસકાંઠા : સોશિયલ મીડિયામાં બાપુ લખવા મુદ્દે ધાક ધમકી આપતા યુવકની આત્મહત્યા, મોબાઇલ ચેક કરતા મળ્યા પુરાવા

ડીસા તાલુકાના રાણપુર ગામે રહેતા દિપક રાવળ નામના યુવકે તેના સોશિયલ મીડિયા પર બાપુ લખી તેનો ફોટો શેર કર્યો હતો

Banaskantha news- આત્મહત્યા પહેલા યુવકે ઓડિયો કલીપ બનાવી હતી, સાત યુવકો સામે ફરિયાદ

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના (Banaskantha)ડીસામાં એક યુવકે અઠવાડિયા અગાઉ કરેલી આત્મહત્યા (Suicide)મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. મૃતક યુવકે સોશિયલ મીડિયામાં (social media)બાપુ લખી એક ફોટો શેર કરતા કેટલાક લોકોએ ધમકી આપી હતી. ધમકીથી કંટાળેલા યુવકે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે (Deesa Taluka Police)વધુ તપાસ હાથ ધરી છે.

    ડીસા તાલુકાના રાણપુર ગામે રહેતા દિપક રાવળ નામના યુવકે તેના સોશિયલ મીડિયા પર બાપુ લખી તેનો ફોટો શેર કર્યો હતો. જે મામલે કેટલાક લોકોએ તેને ફોન પર ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તેમજ તેના વોટ્સએપ ઉપર પણ બાપુ કેમ લખ્યું છે તેમ કહી ધમકી આપતા હતા. જેથી કંટાળેલા દિપકે અઠવાડિયા અગાઉ એક ઓડિયો ક્લિપ બનાવી રેલવે ટ્રેક પર જઈ આત્મહત્યા કરી હતી.

    આ પણ વાંચો - અમીરગઢ નેશનલ હાઇવે ફરી રક્તરંજિત! ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ, એકનું મોત, ત્રણ ગંભીર

    આત્મહત્યા કર્યા બાદ તેના પરિવારજનોએ મોબાઈલ ચેક કરતા કેટલાક પુરાવા મળ્યા હતા. જેમાં બાપુ લખવાના મામલે કેટલાક લોકો ધાક- ધમકીઓ આપતા આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું. જે મામલે તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે યુવકના મોત માટે દુષ્પ્રેરણ કરનાર સાત શખ્સો સામે IPC 306 મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

    આરોપીઓના નામ

    સંજયસિંહ જેણસિંહ દરબાર, હોનસિંહ હરિસિંહ દરબાર, જેહુસિંહ હરિસિંહ દરબાર, વસંત હોજમાલ દરબાર, વિજુસિંહ ઇશ્વરસિંહ દરબાર, રમેશસિંહ અનુપસિંહ દરબાર, અદુસિંહ જવેરસિંહ દરબાર (તમામ રહે. રાણપુર ઉગમણાવાસ, તા..ડીસા).

    સાબરકાંઠામાં બે અલગ-અલગ અકસ્માતોમાં 5 ના મોત

    બનાસકાંઠામાં આજે અલગ અલગ બે જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.
    બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ-સાંચોર હાઇવે પર આજે બપોરના સમયે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માંગરોળ નજીક ઇકો ગાડી અને ટેન્કર સામસામે ટકરાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં બેઠેલા મેઘા પટેલ, રવારામ મેઘવાલ, રાજાભાઈ ધમણ અને પ્રકાશ મજીરાણા નામના 4 મુસાફરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ સિવાય વાવ હાઈવે પર પણ ચારડા નજીક ટેન્કર જેસીબી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published: