બનાસકાંઠા : સાથે જીવવા મરવાની ખાધી હતી કસમ, પ્રેમી પંખીડાએ સજોડે આત્મહત્યા કરી

સમાજના ડરના કારણે આજે બંનેએ માવસરી ગામે તળાવ પાસે આવેલ ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

સમાજના ડરના કારણે આજે બંનેએ માવસરી ગામે તળાવ પાસે આવેલ ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

 • Share this:
  આનંદ જયસ્વાલ, ડીસા : બનાસકાંઠાના સરહદી વિસ્તાર માવસરી ગામે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. બનાવને પગલે માવસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના માવસરી ગામે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વાવ તાલુકાના માવસરી ગામના 25 વર્ષીય યુવક કાંતિભાઈ વેણને બાજુના ચોટલ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયા હતા.

  આ પણ વાંચો - સુરત : 2600 કરોડના ખર્ચે બની રહેલું હીરા બુર્સ 8 મહિનામાં શરૂ થશે, શહેરની આર્થિક પરિસ્થિતિને મોટો ફાયદો

  બંનેએ સાથે જીવવા મરવાની કસમ ખાધી હતી. સમાજના ડરના કારણે આજે બંનેએ માવસરી ગામે તળાવ પાસે આવેલ ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

  બનાવની જાણ થતાં ગ્રામજનો અને માવસરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. બંને મૃતકોની લાશને પી.એમ માટે વાવ રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. બંને પરિવારો વચ્ચે સમાધાન થતાં આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
  Published by:Ashish Goyal
  First published: