Home /News /gujarat /

બનાસકાંઠા: આખલાને કારણે થયો અકસ્માત, કારે ત્રણ પલટી ખાતા મહિલાનું મોત

બનાસકાંઠા: આખલાને કારણે થયો અકસ્માત, કારે ત્રણ પલટી ખાતા મહિલાનું મોત

અકસ્માત બાદ કારની હાલત

Banaskantha News: બનાસકાંઠામાં ઢોરનો આતંક વધી રહ્યો છે. 9 ઓગસ્ટના વડગામના સીસરણા ગામના યુવકનું મોત નીપજ્યું હતું. અને આજે પાલનપુરના મેરવાડા પાસે મહિલાનું મોત નીપજ્યું હતું.

    કિશોર તુવર, બનાસકાંઠા : જીલ્લામાં રખડતા ઢોરોનો (Stray cattle) ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. જેમાં રસ્તાની વચ્ચે ઢોરો આવી જતા અકસ્માત સર્જાય છે. જેનાથી લોકો મોતને ભેટવાનો વારો આવે છે. બનાસકાંઠામાં (Banaskantha) એક સપ્તાહમાં બે લોકોના આખલાની અડફેટે આવી જતા મોત નીપજ્યા છે. પાલનપુરમાં પણ ઢોરની અડફેટે એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યુ છે.

    મહિલાનું મૃત્યું


    નજીક આવેલા મેરવાડા ગામના વતની મહેશભાઈ ચૌધરી પોતાની માતા અને પુત્ર સાથે ખેતરમાંથી દૂધ ભરાવીને  મેરવાડા પરત ખેતરમાં જતા હતા. ત્યારે અંબાજી હાઇવે પરના માર્ગ પર અચાનક એક આખલો ગાડી વચ્ચે દોડ્યો આવ્યો હતો. જેમાં ગાડી  ત્રણ પલટી મારી ગઈ હતી અને ડિવાઈડર કૂદી રસ્તાની બીજી બાજુ જતી રહી હતી. જેમાં બેઠેલા પશુપાલક મહિલા કંકુબેન ગલબાભાઈ ચૌધરી ઉવ.આશરે 65 વર્ષનું સ્થળ પર મૃત્યુ થયું હતું. જ્યારે તેમના ખોળામાં બેઠેલા મહેશભાઇના પાંચ વર્ષીય દીકરો તેમજ મહેશભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે ઘટનામાં કારની બે એર બેગ પણ ખુલી ગઈ હતી અને ગાડીનો આગળના ભાગનો કુરછો બોલી ગયો હતો.

    મૃતક મહિલાનું મોત


    બનાસકાંઠામાં 5 મહિનામાં રખડતા ઢોરોએ 4 લોકોનો જીવ લીધો જ્યારે 7 લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. 22 એપ્રિલ પાલનપુરના હેબતપુર ગામની વૃદ્ધાનું મોત થયું હતું. 8મેના રોજ પાલનપુરમાં નિવૃત શિક્ષકનું મોત નીપજ્યું હતું. 9 ઓગસ્ટના વડગામના સીસરણા ગામના યુવકનું મોત નીપજ્યું હતું. અને આજે પાલનપુરના મેરવાડા પાસે મહિલાનું મોત નીપજ્યું હતું.


    નોંધનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શનિવારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)ને રખડતા ઢોરે અડફેટે લીધાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગાય અચાનક ભડકીને તેમના માથે કૂદી હતી. આ દરમિયાન નીતિન પટેલ સહિત બેથી ત્રણ લોકો નીચે પડી ગયા હતા. જોકે, અહીં એક વાત નોંધવી રહી કે, જમીન પર પટકાવા છતાં નીતિન પટેલે ઝંડો નીચે પડવા દીધો ન હતો. કડીમાં ત્રિરંગા યાત્રા દરમિયાન બનાવ બન્યો હતો. કરણપુર શાક માર્કેટ પાસે રખડતા ઢોરે તેમને અડફેટે લીધા હતા. ગાયે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા થઇ હતી. તેમને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલ (Bhagyoday Hospital)માં ખસેડવામાં આવ્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, ગુજરાત, બનાસકાંઠા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन