Home /News /gujarat /

ચોંકાવનારો કેસ: દીકરીની કસ્ટડી પિતાને આપો, પણ તેને ક્યારેય ન કહેતા કે, હું તેની માતા છું!

ચોંકાવનારો કેસ: દીકરીની કસ્ટડી પિતાને આપો, પણ તેને ક્યારેય ન કહેતા કે, હું તેની માતા છું!

આ કેસમાં પોલીસે બાળકને ત્યજવાનો ગુનો નોંધ્યો હતો

Court case: માતાએ કોર્ટને કહ્યું હતું, મને સમાજનો ડર લાગે છે એટલે હું બાળકને નથી રાખવા માંગતી. જો કોઈ મને પૂછે કે તે કોનું બાળક છે તો?

અમદાવાદ: માતાપિતા (parents sepration) છુટા થાય ત્યારે બાળક કોની પાસે રહેશે તે પ્રશ્ન સૌથી પહેલો થાય છે. બાળકની કસ્ટડી (girl custody) લેવાના ઘણા કેસ નોંધાય છે. ઘણીવાર આવા કેસમાં ચોંકાવના રા ચુકાદા આવતા હોય છે. ત્યારે કલોલની કોર્ટમાં (Kalol court) પણ આવો જ કેસ જોવા મળ્યો છે. જેમાં પિતાને સાત વર્ષની બાળકીની કસ્ટડી તો મળી છે, પરંતુ આ કસ્ટડી માટે માતા દ્વારા વિચિત્ર શરત મુકવામાં આવી છે.

કસ્ટડી માટેના આ કેસમાં માતાએ એક શરતે સંમતિ આપી દીધી હતી કે, પુત્રીને ક્યારેય તેની પાસે લાવવી નહીં અને તે તેની માતા હોવાનું કહેવું નહીં! કોર્ટે પણ બાળક તરફ માતાના વલણ બાબતે આશ્ચર્ય અને પીડા વ્યક્ત કરી હતી. માતા બાળકને રાખવા તૈયાર ન હતી.

આ કેસમાં બાળકીના જૈવિક માતા-પિતા પિતરાઇ ભાઇ છે અને તેઓ મહેસાણાના રણાસણ ગામના છે. અવિવાહિત દંપતીને ત્યાં બાળકનો જન્મ થયો હોવાથી પિતા, તેની બહેન અને તેની માતા બાળકીને 5 ઓક્ટોબર, 2015ના રોજ અર્જુનપુરા ગામના બસ સ્ટોપ પાસે છોડીને ચાલ્યા ગયા હતા. જો કે, સ્થાનિકોએ તેમને પકડીને પોલીસને હવાલે કર્યા હતા.

આ કેસમાં પોલીસે બાળકને ત્યજવાનો ગુનો નોંધ્યો હતો અને બાળકીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાંથી તેને ઓઢવના શિશુ ગૃહમાં મોકલવામાં આવી હતી અને હવે તેને કાલુપુરમાં ધાર્મિક સંસ્થા સંચાલિત અનાથાશ્રમમાં રાખવામાં આવી છે.

બાળકીને ત્યજી દેવાના કેસમાં કલોલની મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવાના અભાવે બાળકીના પિતા, તેની બહેન અને તેની માતાને નિર્દોષ જાહેર કર્યા હોવાથી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપા ઠાકરે પિતાની પુત્રીની કસ્ટડી માટેની અરજીને માન્ય રાખી હતી. કોર્ટે નોંધ્યું હતું કે માતાને બાળક પ્રત્યે કોઈ સ્નેહ નહોતો, જોકે, પિતાએ તેની કસ્ટડી મેળવવાનો આગ્રહ રાખ્યો હતો કારણ કે તે ઇચ્છતો હતો કે બાળકીનો ઉછેર અનાથ તરીકે ન થાય.

આ પણ વાંચો- ગુજરાત પોલીસ તમારો મિત્ર છે, બદનામીનો ડર રાખ્યા વગર પોલીસ પાસે આવજો: હર્ષ સંઘવી

કોર્ટે તેના આદેશમાં માતાના નિવેદનોની વિસ્તૃત રીતે નોંધ લીધી હતી. તેણે કહ્યું હતું કે, બાળક ગમે તેને આપવામાં આવે મને કોઈ વાંધો નથી, પરંતુ મારી સાથે તેનો કોઈ સંબંધ ન હોવો જોઈએ. માતાએ બાળક અણધારી રીતે તેના ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે અને તેની હાજરીથી તેને સામાજિક કલંકનું જોખમ રહેશે તેવું કહેતા કોર્ટ પણ નિરાશ થઈ હતી.

આ પણ વાંચો - પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા તો જામનગરના ખેડૂતે કર્યો આવિષ્કાર, બનાવ્યુ ઇલેક્ટ્રિક બેટરી સંચાલિત ટ્રેકટર

માતાએ કોર્ટને કહ્યું હતું, મને સમાજનો ડર લાગે છે એટલે હું બાળકને નથી રાખવા માંગતી. જો કોઈ મને પૂછે કે તે કોનું બાળક છે, તો હું આ પ્રશ્નનો જવાબ આપવામાં શરમ અને ખચકાટ અનુભવું છું.

તેણે વધુમાં કહ્યું હતું કે, પુત્રીની કસ્ટડી તેના પિતાને આપવામાં આવે તો મને કોઈ સમસ્યા નથી, પરંતુ ફક્ત તે શરતે કે તેણે તેને ક્યારેય મારી પાસે લાવવી નહીં અને હું તેની માતા હોવાનું કહેવું નહીં. કોર્ટ આ નિવેદનથી આશ્ચર્યમાં મુકાઈ હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ

આગામી સમાચાર