ડીસામાં લૂટેરી દુલ્હન વેપારી પરીવારને છેતરી થઈ ગઈ રફૂચક્કર

દુનિયાના કોઈ પણ દેશમાં લગ્નને પવિત્ર સંબંધ ગણાવવામાં આવતો હોય છે...

દુનિયાના કોઈ પણ દેશમાં લગ્નને પવિત્ર સંબંધ ગણાવવામાં આવતો હોય છે...

 • Share this:
  દુનિયાના કોઈ પણ દેશમાં લગ્નને પવિત્ર સંબંધ ગણાવવામાં આવતો હોય છે. લગ્ન એક અતૂટ બંધન છે, જે આજીવન પતિ-પત્નીને એક સૂત્રમાં પરોવીને રાખે છે. આ સંબંધને ઉંમરભર નિભાવવા માટે પતિ-પત્ની બંને એકબીજાને સાત વચન આપે છે, ત્યારે બનાસકાંઠામાં સાત વચન નિભાવી લગ્ન કરીને આવેલ એક યુવતી વેપારી પતિ અને તેના પરિવાર સાથે છેતરપિંડી આચરી, વેપારીના પરસેવાની કમાણી લઈ છૂમંતર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે.

  મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જીલ્લામાં આવેલ ડીસામાં એક વેપારીને લગ્ન કરવા મોંઘા પડી ગયા છે. ડીસાના વેપારીએ એક યુવતી સાથે લગ્ન કર્યા, પરંતુ વેપારીને ક્યાં ખબર હતી કે આ કન્યા તો, તેની સાથે લગ્નગ્રંથીથી જોડાઈ સાત જનમનો સાથ નિભાવવા નહીં પરંતુ એક જ જીવનમાં સાત જનમનું દુખ આપવા આવી છે.

  ડીસાના વેપારી સાથે લૂટેરી દુલ્હને લગ્ન કર્યા, અને થોડા જ દિવસમાં તેણે પોતાનો રંગ બતાવી દીધો અને વેપારીના ઘરમાંથી દોઢ લાખનું સોનું અને દોઠ લાખ રોકડા લઈ રફૂચક્કર થઈ ગઈ. વેપારી તો ઘરે આવી નવી દુલ્હનના હાથે રોટલા ખાવાનું વિચારી રહ્યો હતો, તેવામાં તેને ખબર પડી કે, પત્ની તો રફૂ ચક્કર થઈ ગઈ. વેપારીની પરસેવાની કમાણીએ ગુમાવી અને લગ્ન જીવનના અરમાનો પણ લૂટાઈ ગયા.

  વેપારીએ આ મુદ્દે ડીસા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે, મારી પત્ની મારા ઘરમાંથી દોઢ લાખના દાગીના અને દોડ લાખ રોકડા લઈ ભાગી ગઈ છે, તેણે સાથે-સાથે આ યુવતી સામે છેતરપીંડીની પણ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:kiran mehta
  First published: