પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે આજે વિસનગર કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત 19 કાર્યકરો સામે ફરિયાદ દાખલ કરામાં આવી હતી. આ કેસમાં સાક્ષીઓ અને ફરિયાદમાં જેમના નામ છે તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. કોર્ટે ધારાસભ્ય ઋષિકેશ પટેલનું પણ નિવેદન નોંધ્યો હતું. તેમણે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તેની ઓફિસમાં તોડફોડ કરનાર કોઈ વ્યક્તિને તેઓ ઓળખતા નથી.
શું હતો બનાવ?
23મી જુલાઈ, 2015ના રોજ અનામત આંદોલનને લઈને વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં અનામત આંદોલનકારીઓ સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા.
હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)
વાહનોમાં તોડફોડ
ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ બાદ એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ અહીં ટિયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ટોળાએ ધારાસભ્યની ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ સમયે પોલીસે ટોળાને વિખેરવા માટે છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર