બસ,આટલી જ પહોંચ? શંકરભાઇ આપના “ચાર હાથ” છતાં ન મળી વિસનગર કોલેજને મંજૂરી!

News18 Gujarati
Updated: June 5, 2018, 3:36 PM IST
બસ,આટલી જ પહોંચ? શંકરભાઇ આપના “ચાર હાથ” છતાં ન મળી વિસનગર કોલેજને મંજૂરી!
તસવીરઃ શંકર ચૌધરી અને પ્રકાશ પટેલ

  • Share this:
અભિષેક પાંડે, અમદાવાદ: પાલનપુરની સરકારી કોલેજના વિવાદમાં ફસાયા બાદ ઉત્તર ગુજરાતના વરિષ્ઠ ભાજપી નેતા શંકર ચૌધરીને તાજેતરમાં એક વધુ લપડાક લાગી છે. શંકરભાઈનું પીઠબળ ધરાવતી 'નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ' સંચાલિત મેડિકલ કોલેજને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઈ)ની મંજૂરી ન મળતાં શંકરભાઈની રાજકીય પહોંચ વિશે તર્કવિતર્કો થવા લાગ્યા છે!

ઉલ્લેખનીય છે કે, વિસનગરના  'નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ' દ્વારા મેડિકલ કોલેજની માંગ કરાઈ હતી.  'નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ' સાંકળચંદ યુનિવર્સિટી ટ્રસ્ટનો જ એક ભાગ છે, જેના ચેરમેન પ્રકાશ પટેલ છે. પ્રકાશ પટેલ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલના ખાસમખાસ હોવાનું મનાય છે. ચૂંટણીના સમયે ઋષિકેશ પટેલને ઘણી નાણાકીય મદદ પણ પ્રકાશ પટેલે કરી હોવાની ચર્ચા છે.

આ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા ઘણા વખતથી મેડિકલ કોલેજ શરુ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.આ  મેડિકલ કોલેજના નિર્માંણનું કાર્ય ઋષિકેશ પટેલના પુત્ર રુચિરકુમાર ઋષિકેશ પટેલની કંપની "તિરૂપતિ કન્સ્ટ્રકશન' પાસે હોવાનું જાણકારીમાં આવ્યું છે. આ સમગ્ર કામગરીમાં "લંકેશ બાપુ"નામના એક શિવકથાકાર પણ સામેલ હોવાનું પણ જોરશોરથી ચર્ચાય છે.

શંકર ચૌધરીના નજીકના ગણાતા પ્રકાશ પટેલ દ્વારા જે સમયે શંકર ચૌધરી મુખ્યમંત્રી બનવાના ખ્વાબ સજાવી રહ્યા હતા એ સુંદર સમયગાળામાં તેમણે 'વિસનગરની મેડિકલ કોલેજ' નું ભૂમિ પૂજન શંકર ચૌધરી ના હસ્તે કરાવેલું.

ધર્મ, રાજનીતિ અને કથિત શિક્ષણ માધાંતાઓ એકસાથે હોવા છતાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 'વિસનગરની આ મેડિકલ કોલેજને મંજૂરી આપવાની મનાઈ ફરમાવી દીધી. આ મનાઈ કેમ કરી ? કારણ કે, 'નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ'  અને સાંકળચંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થોમાં એમસીઆઈને ભારે ગરબડ-ગેરરીતિ જણાઈ.

'નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ' નો   તો આ પ્રકારની ગરબડનો ઇતિહાસ છે. સાંકળચંદ યુનિવર્સિટી દ્વારા જયારે "નરસિંહભાઇ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ'  શરુ કરવામાં આવેલી ત્યારે તેની માન્યતા પણ 'ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા' દ્વારા તારીખ 31/07/2017ના રોજ રદ્દ કરી નાંખવામાં આવી હતી, જેને કારણે 55 વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. જેનો કેસ હાલમાં  ચાલી રહ્યો છે. એવું પણ સંભળાઈ છે કે, વિદ્યાર્થીઓને આ કેસ લડવાના પૈસા પણ સાંકળચંદ યુનિવર્સટીના સત્તાવાળા પાછલાં બારણેથી આપી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓના ભાવિ અને લાગણીઓને 'એક્સપ્લોઇટ' કરીને મંજૂરી મેળવી શકાય!હવે સાંકળચંદ યુનિવર્સિટી દ્વારા પ્રસ્તાવિત મેડિકલ કોલેજને એમસીઆઇએ મંજૂરી ન આપતા આ મામલે સરકારે પણ  તેના હાથ પાછળ ખેંચી લીધા છે. બે-બે વખત એમસીઆઈની નામંજૂરી થતા  ટ્રસ્ટ હાઈકોર્ટમાં ગયું છે પરંતુ અહીં પણ મેડિકલ કાઉન્સિલ અડગ છે. અત્યાર સુધી તો શંકરભાઈના 'ચાર હાથ" હોવા છતાં કશું ન થયું, કદાચ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને  તેઓ વધુ જોર કરે તો કંઈક મેળ પડી જાય...આખરે સાહેબ લોકસભા ચૂંટણી સમિતિમાં જો સામેલ થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: June 5, 2018, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading