Home /News /gujarat /નીતિ આયોગની બેઠકઃ વિજય રૂપાણીએ રાજ્ય સરકારની સફળતાઓ ગણાવી

નીતિ આયોગની બેઠકઃ વિજય રૂપાણીએ રાજ્ય સરકારની સફળતાઓ ગણાવી

    રવિવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠક મળી હતી, આ બેઠકમાં દેશભરના મુખ્યમંત્રી સહિત નીતિ આયોજના ઓફિસરો હાજર રહ્યાં હતા, આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતા, બેઠક દરમિયાન વિજય રૂપાણીએ સરકારની કામગીરી ગણાવી હતી.

    મુખ્યમંત્રી વિજય રૂપાણી એ નીતિ આયોગ ની 4થી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક માં ભાગ લેતા સ્પષ્ટ પણે જણાવ્યું કે ગુજરાત માં વિવિધ સમાજકલ્યાણ યોજનાઓ નું અસરકારક અમલીકરણ કરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી તેના લાભ રાજ્ય સરકારે સુપેરે પહોંચાડ્યા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતા માં મળેલી આ બેઠકમાં વિજય ભાઈ એ કહ્યું કે પાછલા દોઢ દાયકામાં ગુજરાતના કૃષિ વિકાસ દર માં ડબલ ડિઝિટ વૃદ્ધિ થઇ છે. રાજ્યના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપીને તેમની જમીન ની ગુણવતા ની જાણકારી વ્યાપક રૂપે અપાઈ છે એટલું જ નહીં માઈક્રો ઇરીગેશન માટે સબ સિડી પણ સરકાર આપે છે.



    રાજ્ય સરકારે તાજેતરમાં હાથ ધરેલા સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતા વર્ણવતા મુખ્યમંત્રી એ કહ્યું કે 12000લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા આના કારણે વધશે અને 32 નદીઓ પુનર્જીવિત થઇ છે. તેમણે એમ પણ ઉમેર્યું કે રાજ્ય સરકાર ની જી એસ એફ સી અને જી એન એફ સી જેવી ફર્ટિલાઇઝર ઉત્પાદક કંપનીઓ ખેડૂતો ને ખાતર નો યોગ્ય ઉપયોગ કરવા માટે જે માર્ગદર્શન આપી રહી છે તેને પરિણામે ઓછા ખાતર ઉપયોગ થી મહત્તમ ખેત ઉત્પાદન મેળવી શકાયું છે.

    રૂપાણીએ ગુજરાત ઈ વેબીલ જનરેશનમાં દેશભરમાં ટોપ પર છે તેનું ગૌરવ કરતા કહ્યું કે રાજ્ય માં 4.25 લાખ વધારાના કર દાતાઓ જી.એસ ટી તહેત નોંધાયા છે. રાષ્ટપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતિ ગુજરાત તેમના માતૃ રાજ્ય તરીકે ભવ્ય રીતે મોટા પાયે ઉજવશે એમ પણ મુખ્યમંત્રી એ બેઠક ની ચર્ચામાં સહભાગી થતા જણાવ્યું હતું.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Niti Aayog, Vijay Rupani, પીએમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन