કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશેઃ અંબાજીમાં વિજય રૂપાણી

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 12, 2017, 2:48 PM IST
કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશેઃ અંબાજીમાં વિજય રૂપાણી
રૂપાણીએ સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, રૂપાણીએ 15 જ મિનિટમાં બે અલગ અલગ નિવેદન કર્યા હતા. રૂપાણીએ ભાજપના ઉમેદવારના પ્રચાર માટે સભા સંબંધી હતી.

રૂપાણીએ સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, રૂપાણીએ 15 જ મિનિટમાં બે અલગ અલગ નિવેદન કર્યા હતા. રૂપાણીએ ભાજપના ઉમેદવારના પ્રચાર માટે સભા સંબંધી હતી.

  • Share this:
અંબાજીઃ આજે(મંગળવાર) પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે સીએમ રૂપાણીએ અંબાજી મંદિર પાસે સભા કરી હતી. રૂપાણીએ સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, રૂપાણીએ 15 જ મિનિટમાં બે અલગ અલગ નિવેદન કર્યા હતા. રૂપાણીએ ભાજપના ઉમેદવારના પ્રચાર માટે સભા સંબંધી હતી.

ચૂંટણી સભામાં રૂપાણીએ શું કહ્યું?

ભાજપના ઉમેદવાર માટે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતા રૂપાણીએ કહ્યું હતું કે, 18મી તારીખે ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને ગુજરાતમાં લોકો દિવાળી મનાવશે. જો ગુજરાતમાં કોંગ્રેસની જીત થશે તો પાકિસ્તાનમાં લોકો ફટાકડા ફોડવાના છે. રૂપાણીની આવા નિવેદન બાદ અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા હતા.

ચૂંટણી સભા બાદ શું કહ્યુ?

રૂપાણીએ 15 મિનિટ સુધી ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. રિપોટર્સ દ્વારા જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પાકિસ્તાનમાં કેમ ફટાકડા ફૂટશે ત્યારે તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું. રૂપાણીએ કહ્યું હતું કે, 18મી તારીખે કોંગ્રેસ ગુજરાતમાં હારી જશે જેનાથી પાકિસ્તાનમાં માતમ છવાઈ જશે.
First published: December 12, 2017, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading