Video : અરવલ્લીમાં ખોદકામ વખતે બે લિંગવાળું પૌરાણિક શિવલિંગ મળી આવ્યું

News18 Gujarati
Updated: August 8, 2019, 4:11 PM IST
Video : અરવલ્લીમાં ખોદકામ વખતે બે લિંગવાળું પૌરાણિક શિવલિંગ મળી આવ્યું
અરવલ્લીના રંભોડા ગામે બે લિંગવાળું પૌરાણિક શિવલિંગ મળી આવ્યું

અરવલ્લીના રંભોડા ગામ પાસેની ઘટના, શિવ મંદિરના નિર્માણ માટેના ખોદકામ દરમિયાન પૌરાણિક શિવલિંગ અને માનવ અવશેષો મળ્યા

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લીના રંભોડા ગામ નજીક શિવ મંદિર પાસે ખોદકામ દરમિયાન બે લિંગવાળું શિવલિંગ મળી આવ્યું છે. આ શિવલિંગની સાથે જ જમીનમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. રંભોડા ગામે નવા શિવમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદિરના નિર્માણ માટે બાંધકામ અર્થે ખોદાકામ થઈ રહ્યું હતું તે વેળાએ કારીગરોને જુનવાણી શિવલિંગ અને માનવ અવશેષો મળી આવ્યા, આ સાથે જ એક સ્થંભ પણ મળી આવ્યો. સ્થંભની કોતરણી ખૂબ જ જુનવાણી જણાય છે.

એક તરફ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, બીજી તરફ ખોદકામ વખતે પૌરાણિક જણાતુ બે લિંગવાળું શિવલિંગ મળી આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ છે. જોકે, આ સ્થળેથી જે માનવ અવશેષો મળી આવ્યા છે તેના વિશે કુતૂહલતા વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવા શિવ મંદિરના નિર્માણ દરમિયાન 8 ફૂટ ઉંડેથી શિવલિંગ, માનવ અવશેષો, ખંડિત મૂર્તિ અને સ્થંભ મળી આવ્યો છે. શ્રાવણ માસ દરમિયાન જ પૌરાણિક શિવલિંગ મળી આવતા લોકોએ તેના પર બિલીપત્રનો અભિષેક પણ કર્યો હતો.
First published: August 8, 2019
વધુ વાંચો
अगली ख़बर