વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં ભાષણ આપ્યું, વડીલોની મર્યાદા જાળવી, જુઓ Video

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

Vav MLA Geniben Thakor viral Video- ઘૂંઘટમાં ભાષણ આપતા તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, તેમની સાસરીમાં લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગનો કાર્યક્રમ હોવાથી ઘૂંઘટમાં ભાષણ આપી સામાજિક પરંપરાની સાથે વડીલોની મર્યાદા જાળવી

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : વાવના કોંગ્રેસના (Congress)ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Congress MLA Geniben Thakor)એક વીડિયોના કારણે ચર્ચામાં આવ્યા છે. ગેનીબેનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Geniben Thakor Video viral)વાયરલ થયો છે. જેમાં તે ઘૂંઘટ તાણી સ્ટેજ ઉપરથી ભાષણ આપતા જોવા મળી રહ્યા છે. દિયોદરના (Deodar)કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરનું (Geniben Thakor)સાસરું છે. સાસરિયામાં લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પરથી ઘૂંઘટ તાણી ભાષણ આપ્યું હતું. ઘૂંઘટમાં ભાષણ આપતા તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Video viral)થયો છે.

    સામાન્ય રીતે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો સામાજિક રીતરિવાજ અને પરંપરાને આજે પણ એટલું જ મહત્વ આપે છે. દિયોદર તાલુકાના કોતરવાડા ગામે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હસ્તે લાઇબ્રેરીના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરનું સાસરું હોવાથી કાર્યક્રમની સાથે-સાથે વડીલોની મર્યાદા અને પરંપરા પણ જાળવી હતી.

    આ જાહેર કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં જ ભાષણ આપ્યું હતું અને આમ ઘૂંઘટમાં ભાષણ આપી તેમણે સામાજિક રીતરિવાજ, પરંપરા અને વડીલોની મર્યાદા જાળવી હતી. ઘૂંઘટમાં ધારાસભ્યએ આપેલો ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

    ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (ફાઇલ ફોટો)


    ગેનીબેન ઠાકોરે પોતાના સાસરિયા કોતરવાડામાં ઘૂંઘટમાં ભાષણ આપ્યું હતું તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલા 2018માં પણ તેમને કોતરવાડામાં ઘૂંઘટમાં ભાષણ આપ્યું હતું. 2018માં ગેનીબેન ઠાકોર દિયોદરના કોતરવાડા ખાતે એક નવી બનેલી હોટલના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યાં હતાં. અહીં પ્રાસંગિક ભાષણ આપતી વખતે તેમણે ઘૂંઘટ કાઢી રાખ્યો હતો. આ બાબતને લઇને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ટીકા થઈ હતી.


    તે દરમિયાન તેમણે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કોતરવાડા મારું સાસરીપક્ષ હોવાથી મેં ઘૂંઘટ કાઢીને ભાષણ આપ્યું હતું. લોકો મને કહે છે કે મારે કોતરવાડામાં ઘૂંઘટ ન કાઢવો જોઈએ. પરંતુ આ મારું સાસરીપક્ષ છે. અહીંની પરંપરા છે જેને હું જાળવતી આવી છું અને ભવિષ્યમાં પણ જાળવી રાખીશ. અન્ય જગ્યાએ લોકો ભલે મને મેડમ, બેન, ધારાસભ્ય કહે પરંતુ આ ગામ માટે હું વહુ છું અને રહીશ. ઘૂંઘટ કાઢવાથી કોઈ ખોટો સંદેશ જવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે દરેક સમાજને અલગ અલગ રિવાજો હોય છે. અમે જે વિસ્તારમાં રહીએ છીએ એ હજી રૂઢિચુસ્ત છે. જો આ પ્રથા બંધ કરવાની વાત કરીએ તો લોકો ખોટું સમજે છે. મેં આ પરંપરા જાળવી રાખવા માટે ઘૂંઘટ કાઢ્યો હતો. સારું ન લાગે એટલે લાજ કાઢી હતી.
    Published by:Ashish Goyal
    First published: