Home /News /gujarat /ગાંધીનગરથી મુંબઈ વચ્ચે 30 સપ્ટેમ્બરથી શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન; આટલા હશે સ્ટોપેજ

ગાંધીનગરથી મુંબઈ વચ્ચે 30 સપ્ટેમ્બરથી શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન; આટલા હશે સ્ટોપેજ

ચેરકારનું રૂ.1200, એકઝીક્યુટિવ ચેરકારનું રૂ. 2500 ભાડું નક્કી થઈ શકે છે

દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી "વંદે ભારત એક્સપ્રેસ" નું 30 સપ્ટેમ્બરથી ગાંધીનગરથી મુંબઈ વચ્ચે સંચાલન શરૂ કરાશે,ચેરકારનું ભાડું 1200 રૂપિયા તેમજ એકિઝક્યુટિવ મેમ્બરનું ભાડુ 2500 રૂપિયાની આસપાસ રહે તેવી શકયતા છે.

    Abhishek Barad, Gandhinagar: દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી "વંદે ભારત એક્સપ્રેસ" નું 30 સપ્ટેમ્બરથી ગાંધીનગરથી મુંબઈ વચ્ચે સંચાલન શરૂ કરાશે, આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે તેમ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવ્યું છે.

    રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ કાલુપુર સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે આ ઉપરાંત હેરિટેજ ઝુલતા મિનારાને ડેવલપમેન્ટ સાથે સાંકળી લઈ ટૂરિઝમ સ્પોટ તરીકે વિકસાવવાની પણ જાહેરાત કરી હતી. "વંદે ભારત એક્સપ્રેસ" સપ્તાહમાં 6 દિવસ દોડશે. આ વંદે ભારતના ચેરકારનું ભાડું 1200 રૂપિયા તેમજ એકિઝક્યુટિવ મેમ્બરનું ભાડુ 2500 રૂપિયાની આસપાસ રહે તેવી શકયતા છે. રેલવે મંત્રીએ જણાવ્યું કે, વર્ષના અંત સુધીમાં દેશના તમામ મોટા શહેરોને જોડતી 75 વંદે ભારત એક્સપ્રેસ દોડાવાશે.

    સાબરમતી ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી ખાતે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાઈ રહ્યું છે. 3.54 હેક્ટરમાં 332 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ હબમાં બ્લોક A 9 માળની તેમજ બ્લોક B 7 માળની એમ બે બિલ્ડિંગ સાથે બની રહ્યું છે. જેમાં બિલ્ડીંગ A માંઓફિસો તેમજ બિલ્ડિંગ B માં હોટલ, મોલ સહિત અન્ય સ્ટોર શરૂ કરાશે. આ હબના ત્રીજા માળ સાથે 10 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજથી બુલેટ ટ્રેનનો સાબરમતી સ્ટેશન જોડાશે. જ્યારે હબના બીજા માળથી 8 મીટર પહોળા ફૂટ ઓવરબ્રિજથી મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેશન તેમજ સાબરમતી રેલવે સ્ટેશન જોડાશે. વાયા અમદાવાદ થઈને જનારી ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્થાન કરાવશે.

    આ પણ વાંચો: GMC દ્વારા રમત-ગમત ક્ષેત્રે જાગૃતિ માટે મેગા 'સ્પોર્ટ્સ કાર્નિવલ'યોજાશે; આ રમતો રમાશે

    30 સપ્ટેમ્બરે વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા સુધીનો મેટ્રો રૂટ શરૂ થઈ શકે છે. શહેરમાં મેટ્રો ફેઝ-1માં 40 કિલોમીટર રૂટમાંથી થલતેજથી થલતેજ ગામ સુધીના લગભગ એકથી દોઢ કિલોમીટરના રૂટ સિવાય લગભગ 38 કિલોમીટર રૂટનું કામ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આ રૂટનું લોકાર્પણ કરી શકે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Indian railways, Special train, Vande Bharat Express, ગાંધીનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन