અંબાજીમાં અકસ્માતનો ભોગ બનનારા માટે આર્થિક સહાયની મેવાણીની માંગણી

News18 Gujarati
Updated: June 8, 2019, 4:18 PM IST
અંબાજીમાં અકસ્માતનો ભોગ બનનારા માટે આર્થિક સહાયની મેવાણીની માંગણી
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર શુક્રવારે અકસ્માત સર્જાયો હતો.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના મત વિસ્તારના પીડિતો માટે મુખ્ય મંત્રી રાહત ફન્ડમાંથી આર્થિક સહાયતાની માંગણી કરી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : શુક્રવારે 7મી જૂનના રોજ રાજ્યના અંબાજી પાસે આવેલા ત્રિશુળીયા ઘાટ પર એક જીપ પલટી જતા 9 વ્યક્તિના મોત થયા હતા. આ અકસ્માતમાં 27 જણા ઘાયલ થયા હતા. આ અકસ્માતના પીડિતો વડગામ મતક્ષેત્રના હોવાના પગલે મત વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના બીજા દિવસે શનિવારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્ય મંત્રી રાહત ફન્ડમાંથી પીડિતો માટે આર્થિક સહાયતાની માંગણી કરી હતી.

મેવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્ય મંત્રી વિજય રૂપાણી પાસે માંગણી કરી કે 'ગઈકાલે વડગામના ભલગામમાં અકસ્માતનો ભોગ બનેલા પીડિતો માટે અમોએ આજે જ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થીક સહાય જાહેર થાય એ માટે રજૂઆત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી માનવીય અભિગમ દાખવી તુરંત સહાય જાહેર કરશો એવી વિસ્તારના ધારાસભ્ય તરીકે આશા રાખું છું.'

આ પણ વાંચો : ઇડરમાં યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે અથડામણઃ 100ના ટોળાં સામે ફરિયાદ

મેવાણીએ ઉમેર્યુ હતું કે આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા છે અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. જ્યાં સુધી તમામે તમામ ઈજાગ્રસ્તોને રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં ન આવે ત્યાં સુધી અમારી ટીમ દિવસમાં સતત બે વાર ખડે પગે રહેશે.

સૂત્રો અનુસાર, જીપ જ્યારે પેસેન્જર ભરી અંબાજી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જીપની બ્રેક ફેઈલ થઈ જતા, જીપ પલ્ટી મારી ગઈ. કહેવાય છે કે, જીપમાં લગભગ 27 જેટલા લોકો બેસાડવામાં આવ્યા હતા, જેમાંથી 10 લોકોના તો સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. તમામ મૃતકો વડગામના ભલગામના રહેવાસી છે.

આ પણ વાંચો :  અમદાવાદ બાદ રાજકોટમાં! ભાજપનાં નેતાએ મહિલા સાથે કર્યો અભદ્ર વ્યવહારમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ અકસ્માતમાં ઘાયલ થયેલાઓની તાત્કાલીક સારવાર કરવા માટે અને બનતી મદદ કરવાની બાહેંધરી આપી હતી. તેમણે જિલ્લા તંત્રને પણ જરૂરી સૂચનાઓ આપી હતી. જોકે, ધારાસભ્ય મેવાણીએ આ ઘટનાના પીડિતોને આર્થિક સહાયતાની માંગણી કરી છે.
First published: June 8, 2019, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading