Home /News /gujarat /

રાહુલ સામે ઉત્તર ગુજરાતના હારેલા ઉમેદવારોનો બળાપો, 'અલ્પેશને કારણે હાર્યા'

રાહુલ સામે ઉત્તર ગુજરાતના હારેલા ઉમેદવારોનો બળાપો, 'અલ્પેશને કારણે હાર્યા'

અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા

ઉત્તર ગુજરાત ઝોનના હારેલા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ પોતાનો બળાપો કાઢ્યો હતો. હારેલા ઉમેદવારોએ દોષનો ટોપલો અલ્પેશ ઠાકોર પર ઢોળ્યો હતો.

અમદાવાદઃ સોમનાથના દર્શન બાદ અમદાવાદ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદ ખાતે રાજ્યના ઝોન પ્રમાણે કોંગ્રેસ કાર્યકરો અને હોદેદારો સાથે મુલાકાત કરી હતી. જેમાં ઉત્તર ગુજરાત ઝોનના હારેલા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ પોતાનો બળાપો કાઢ્યો હતો. હારેલા ઉમેદવારોએ દોષનો ટોપલો અલ્પેશ ઠાકોર પર ઢોળ્યો હતો. નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પછી અલ્પેશ ઠાકોરે પત્ની સાથે નવી દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

હારેલા ઉમેદવારોએ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં વધુ સીટો જીતવાની તક ગુમાવી છે. અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડીને આ તક ગુમાવી છે. અલ્પેશ પોતાની સીટ પર ફસાઈ જતા અન્ય સીટો પર નુકસાન થયું છે. પક્ષના જ અપક્ષ ઉમેદવારો પણ હારનું કારણ બન્યા છે.

અમારા કારણે કોંગ્રેસ જીતીઃ અલ્પેશ ઠાકોર

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા જ કોંગ્રેસમાં જીતનો શ્રેય લેવાની હોડ શરૂ થઈ છે. રાહુલ કોંગ્રેસના કાર્યકરોને મળ્યા તેના થોડા સમય પહેલા અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અમારા કારણે આટલી બેઠક જીતી છે. ઠાકોર સેનાની મહેનતને કારણે કોંગ્રેસને સફળતા મળી છે. અલ્પેશે સફળતાનો શ્રેય ઠાકોર સેનાને આપ્યો હતો.

તો બીજી તરફ જસદણના ધારાસભ્ય અને પીઢ કોંગ્રેસી નેતા કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું છે કે, શહેરમાં કોંગ્રેસની હાર માટે નબળું સંગઠન જવાબદાર છે. નોંધનીય છે કે શહેરી વિસ્તારોમાં ભાજપે મોટાભાગની બેઠકો જીતી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રસની જીત થઈ છે.
First published:

Tags: Congress Candidate, Uttar Gujarat, અલ્પેશ ઠાકોર, ઉત્તર ગુજરાત, રાહુલ ગાંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन