મહેસાણા: રાજસ્થાનમાં મતદાનના પગલે ઊંઝા માર્કેટ યાર્ડ બંધ

News18 Gujarati
Updated: May 2, 2019, 2:44 PM IST
મહેસાણા: રાજસ્થાનમાં મતદાનના પગલે ઊંઝા માર્કેટ યાર્ડ બંધ
રાજસ્થાનમાં મતદાનના પગલે ઊંઝા માર્કેટ યાર્ડ બંધ

ચોથા તબક્કામાં રાજસ્થાનમાં પણ મતદાન થઇ રહ્યું છે, ત્યારે તેની અસર મહેસાણાના ઊંઝાના માર્કેટ યાર્ડ પર જોવા મળશે

  • Share this:
કેતન પટેલ, મહેસાણા: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં રાજસ્થાનમાં પણ મતદાન થઇ રહ્યું છે, ત્યારે તેની અસર મહેસાણાના ઊંઝાના માર્કેટ યાર્ડ પર જોવા મળશે.

રાજસ્થાનમાં મતદાનને લઇને ઊંઝાનું માર્કેટ યાર્ડ આજે બંધ રહેશે. તેની પાછળનું કારણ છે કે, ઊંઝા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં રાજસ્થાનથી લોકો મજૂરી કામ માટે આવે છે. આ તમામ લોકો પોતાના વતન મતદાન કરવા જઇ શકે તે માટે માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અરવલ્લી: ઘરમાં લાગેલી આગની ઝપેટમાં કાર પણ સળગી

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019ના ચોથા ચરણ માટે 9 રાજ્યોની 71 લોકસભા સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. તેમાં બિહારની, 5, જમ્મુ-કાશ્મીરની 1, ઝારખંડની 3, મધ્ય પ્રદેશની 6, મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશની 13 અને પશ્ચિમ બંગાળની 8 સીટો સામેલ છે. લોકસભાની 71 સીટો માટે કુલ 943 ઉમેદવારો મેદાનમાં છે.
First published: April 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading