Home /News /gujarat /ઊંઝા હની ટ્રેપ: વેપારીને મીઠી વાતોમાં ફસાવનાર મહિલા ઝડપાઇ, આ રીતે ટોળકી લોકોને બનાવતી હતી શિકાર

ઊંઝા હની ટ્રેપ: વેપારીને મીઠી વાતોમાં ફસાવનાર મહિલા ઝડપાઇ, આ રીતે ટોળકી લોકોને બનાવતી હતી શિકાર

ડિમ્પલ અને ટોળકી

વેપારીની પત્નીએ જાણવાની કોશિશ કરી તો સંજીવે તમામ ભૂલો વિશે જાણાવી દીધું હતું. આ પછી પત્નીએ હિંમત આપતા તેમણે ફોન કરનારી યુવતી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણાઃ ઊંઝાના (Unjha Honey trap) વેપારી સંજીવ મહેન્દ્રભાઈ શાહ (Sanjeev Mahendrabhai Shah) સાથે મીઠી-મીઠી વાતો કરીને તેમની પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવી લેનારી ટોળકીની મહિલા ડિમ્પલ (Dimple) પણ આખરે ઝડપાઇ ગઇ છે. આ ચકચારી કેસમાં પોલીસે ટોળકીને તો ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા પરંતુ મહિલા ફરાર હતી તે પણ સકંજામાં આવી ગઇ છે. પકડાયેલા શખ્સોના ગઈકાલે કોર્ટમાં રજૂ કરી ઊંઝા પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અજાણી યુવતીનો ફોન આવ્યો હતો

મહેસાણા એસઓજી દ્વારા ઊંઝાના ભરતનગર રોડ પર રહેતા અને ગંજબજારમાં આવેલી પેઢીમાં કામ કરતા સંજીવ મહેન્દ્રભાઈ શાહને હનીટ્રેપમાં ફસાવીને 58.50 લાખ પડાવનારી ટોળકી પૈકી છ લોકોને પકડી લેવામાં આવ્યા હતા. સંજીવને માર્ચ મહિના દરમિયાન એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી ડિમ્પલ નામની યુવતી વાત કરતી હોવાનું જણાવ્યું હતું, સંજીવ હું તમને ઓળખું છું તેમ કહીને ડિમ્પલ નામની યુવતીએ તેમને ફસાવ્યા હતા. જે બાદ ડિમ્પલે સંજીવ શાહને બરોબર વાતોની જાળમાં ફસાવ્યા હતા.

ડિમ્પલની તસવીર


આ પણ વાંચો : વડોદરાની પરિણીતા પર વિધર્મી જવાનનું દુષ્કર્મ,'6 છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે'

શરીરસુખ માણવાની વાત કરી હતી

પોતાની ડિમ્પલ તરીકેની ઓળખ આપનારી યુવતી સંજીવને મળવાની વાત કરીને વધારેને વધારે પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી. આ પછી ડિમ્પલે શરીરસુખ માણવાની વાત કરી હતી. જે બાદ તેઓએ વેપારીના પરિચિતની ઓફિસમાં સમય વિતાવ્યો હતો. બાદમાં યુવતીએ ઊંઝાથી વિસનગર મૂકી જવાનું કહ્યું હતું. જે દરમિયાન વેપારી ડિમ્પલને પોતાના વાહનમાં યુવક મૂકવા જઇ રહ્યો હતો એ સમયે પતિની ઓળખ આપી કેટલાક યુવક સાથે રકઝક કરી હતી. એ સમયે ઊંઝા એનસીપીના નેતા નટુ ઠાકોર સહિતના માણસો ત્યાં પહોંચ્યા હતા અને બન્ને વચ્ચે સમાધાન કરાવી પૈસાથી મામલો થાળે પાડવાની વાત કરી હતી.

ઝડપાયેલ ટોળકી


પહેલા વેપારીને શરીરસુખની લાલચમાં ફસાયા પછી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની, ફાંસીની તેમ જ જન્મટીપની સજા અપાવવાની ધમકીઓ આપવાની શરુ કરવામાં આવી હતી. આ સાથે તેમણે બળાત્કારના કેસમાં સમાજમાં બદનામ કરવાની પણ ધમકીઓ આપવાનું શરુ કરાયું હતું.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલનાં ભાવ ઘટાડા અંગે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યુ

સંજીવને પત્નીએ હિંમત આપી

સંજીવ શાહે બદનામ કરવાની અને કોર્ટ-કચેરીના ચક્કરથી બચવા માટે અલગ-અલગ માણસો દ્વારા માર્ચ 2021થી 3 જુલાઈ સુધીમાં કુલ 58.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. આમ છતાં સતત રૂપિયાની માગણીઓ થવાના કારણે તેઓ વધારેને વધારે ચિંતામાં મુકાયા હતા. આવામાં તેમની પત્નીએ તેમની પાસે જાણવાની કોશિશ કરી તો સંજીવે તમામ ભૂલો વિશે જાણાવી દીધું હતું. આ પછી તેમના પત્નીએ હિંમત આપતા તેમણે ફોન કરનારી યુવતી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ પછી મહેસાણા એસઓજી દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી શરુ કરવામાં આવી હતી અને 6 જણાની ધરપકડ કરી લેવામાં આવી છે.

એનસીપી તરફથી ઉમેદવારી નોંધાવનાર પણ છે ટોળકીમાં સામેલ

પોલીસે આ ગુનામાં મૌલિકકુમાર અશોકભાઈ પટેલ (રહે. ગણપતિ મંદિર પાસે, ઊંઝા), નટવરજી ઠાકોર ઉર્ફે નટુજી બાબુજી (રહે. રામાપીર મંદિર પાસે, ઊંઝા), સુજીતકુમાર ઈશ્વરભાઈ પટેલ (રહે. શ્રીકૃષ્ણ સોસાયટી, ઐઠોર ચોકડી પાસે, ઊંઝા), મહાદેવ ચૌધરી ઉર્ફે દિનેશ માનસંગભાઈ (રહે. પ્રતાપગઢ, તા. ઊંઝા), અંકિતકુમાર વિષ્ણુભાઈ પટેલ (રહે. રામનગર રેસિડેન્સી, જુના રામપુરા, ઊંઝા) અને સન્નીકુમાર વિષ્ણુભાઈ પટેલ (રામનગર રેસિડેન્સી, ઊંઝા)ની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપી નટુજી ઠાકોરે ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં NCP તરફથી ઉમેદવારી નોંધાવી હતી, આ સિવાય તે ઊંઝા ઠાકોર સેના સાથે પણ જોડાયેલો છે.

આ પણ વાંચો : ગુજરાત ભાજપના પૂર્વ સાંસદનો પુત્ર વીજ ચોરી કરતા ઝડપાયો, કંપનીએ 1.95 લાખનો ફટકાર્યો દંડ


આ ટોળકીએ પહેલા પણ લોકોને ફસાવતી હતી

હનીટ્રેપમાં સંજીવ શાહને ફસાવનારી ગેંગના 6 આરોપીઓ પકડાયા બાદ તેમણે પૂછપરછમાં મહેસાણાથી ઉનાવા વચ્ચે એક મારવાડી શખ્સને ફસાવ્યો હોવાની અને એક મહિના પહેલા ઊંઝાના વૃદ્ધને છોકરીના બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 3 લાખ પડાવ્યા હોવાની કબૂલાત કરી લીધી છે.
" isDesktop="true" id="1122088" >આ સિવાય ઊંઝાના એક યુવકને છોકરી સાથે વાતચીત કરીને વિસનગરના ગેસ્ટ હાઉસમાં મોકલ્યા પછી ધમકી આપીને 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. મહેસાણા એસઓજીએ ફરિયાદના આધારે અલગ-અલગ ટીમ બનાવીને રાજસ્થાન, ઊંઝા અને બનાસકાંઠાથી 6 આરોપીઓને ઝડપી લીધા હતા.
First published:

Tags: HoneyTrap, Unjha, ગુજરાત, ગુનો, મહેસાણા