Home /News /gujarat /ઊંઝા APMC 100 કરોડ રૂપિયાનાં ખર્ચે નવીન સબયાર્ડ બનાવશે

ઊંઝા APMC 100 કરોડ રૂપિયાનાં ખર્ચે નવીન સબયાર્ડ બનાવશે

ઊંઝા એપીએમસી

ઊંઝાના બ્રાહ્નણવાડા ખાતે ઊંઝા એપીએમસી દ્વારા 100 કરોડના ખર્ચ નવીન સબયાર્ડ બનવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  કેતન પટેલ, મહેસાણાઃ ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ ધારાસભ્ય આશાબેન પટેલના સમર્થકવાળી પેનલનો વિજય બાદ આશાબેન પટેલના સમર્થક દિનેશ પટેલ ચેરમેન બન્યાના 8 દિવસમાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે. 29 તારીખે ઊંઝા એપીએમસી 100 કરોડના ખર્ચ નવીન બનવા જઈ રહી છે. જેનું ખાત મુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા આવતી કાલે કરવામાં આવશે.

  એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી આગામી દિવસોમાં વિશ્વની સૌથી મોટી એપીએમસી બનશે. તેવા એધાણ હાલના દિવસોમાં દેખાઈ રહ્યા છે કેમ કે ઊંઝાના બ્રાહ્નણવાડા ખાતે ઊંઝા એપીએમસી દ્વારા 100 કરોડના ખર્ચ નવીન સબયાર્ડ બનવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ થરાદ પાસેની નર્મદા કેનાલમાંથી એક સાથે મળી ચાર લાશ

  જેનું આવતી કાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુભાઇ વાધાણી સહિત ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલ હાજરી આપશે. આ કાર્યકમ બાદ ઊંઝાના જીમખાના મેદાનમાં એપીએમસીની ખેડૂત શિબિર યોજવામાં આવશે. જેમાં 12000 જેટલા લોકો હાજર રહેશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નીતિન પટેલ તેમજ જીતુભાઇ વાધાણી હાજર રહેશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Unjha APMC, ઉત્તર ગુજરાત, મહેસાણા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन