કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે કોરોના અંગે લેવાયેલા પગલાની સમીક્ષા કરી

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે કોરોના અંગે લેવાયેલા પગલાની સમીક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે કોરોના અંગે લેવાયેલા પગલાની સમીક્ષા કરી

રાજ્યના ચાર મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે કૉવિડ -19ની ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત થઇ છે. જેમાં 2200 બેડની સુવિધા છે - નીતિન પટેલ

  • Share this:
ગાંધીનગર : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્ય સરકારોએ લીધેલાં પગલાં અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આજે સમીક્ષા કરી હતી. ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા થઇ રહેલ કામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યો જે રીતે દિન-રાત સતત મહેનત કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી તેના પરિણામે ભારતને કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા ચોક્કસ સફળતા મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ જ દેશ માટે અસરકારક વેક્સિન પુરવાર થશે. એટલે તેમણે દેશવાસીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સાથે સાથે દેશના તમામ જિલ્લાઓમાં કોવિડ-19 માટેની અલાયદી હોસ્પિટલો સત્વરે કાર્યરત કરીને નોમિનેટ કરવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.આ પણ વાંચો - રદ થવા પર વિમ્બલડનને મળશે 10 અબજ રુપિયા, જાણો IPL સાથે શું થશે!

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લીધેલાં પગલાંઓ અને કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યું કે રાજ્યના ચાર મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે કૉવિડ -19ની ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત થઇ છે. જેમાં 2200 બેડની સુવિધા છે. એ જ રીતે અન્ય 25 સરકારી અને 31 ખાનગી હોસ્પિટલો મળી કુલ 56 હોસ્પિટલોને કૉવિડ -19ની સારવાર માટે આરક્ષિત કરવામાં આવી છે. જેમાં 6200 બેડ મળી રાજ્યમાં હાલ કુલ 8400 બેડની ઉપલબ્ધી કરાવવામાં આવી છે. ગંભીર દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં 1438 અને ખાનગી સંસ્થાઓમાં 1700 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવના વધુ કેસ જોવા મળ્યા છે તે વિસ્તારમાં ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટની સઘન હાથ ધરાઇ છે. આ વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન નિર્ધારિત કરીને સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના 53 ક્લસ્ટરમાં 3,90,207 વસ્તીનું સર્વેલન્સ કરાયું છે. તે પૈકી 2012 સેમ્પલ લેતા તેમાંથી 73 પોઝિટિવ કેસ મળ્યા છે.

દિલ્હી તબલીગી જમાતમાંથી ગુજરાતમાં આવેલા લોકોના કારણે રાજ્યમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ છેલ્લા બે દિવસથી વધી રહ્યું છે ત્યારે કોરોના વાયરસ અંગેના ટેસ્ટિંગનું પ્રમાણ વધારે સઘન બનાવવા અમદાવાદની સોલા હોસ્પિટલને કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે સત્વરે મંજૂરી આપવા પણ નાયબ મુખ્ય મંત્રીએ રજુઆત કરી હતી. રાજ્યમાં હાલ 7 સરકારી અને 4 ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. તે જ રીતે રેપિડ ટેસ્ટિંગ માટે પણ રેપિડ એન્ટી બોડી કીટ પણ ગુજરાતને સત્વરે પૂરી પાડવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કૉવિડ - 19 અંતર્ગત 6700થી વધુ સેમ્પલ લઇને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તે પૈકી 308 કેસ પોઝિટિવ આવ્યા છે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:News18 Gujarati
First published:April 10, 2020, 17:03 pm

ટૉપ ન્યૂઝ