બનાસકાંઠા : ભારત-પાક બોર્ડર વિસ્તારમાંથી BSFના નકલી કાર્ડ સાથે બે યુવકો ઝડપાયા, શું હતો પ્લાન

સુઈગામ પોલીસે રાજ્યસેવક તરીકેના નકલી કાર્ડ બનાવનાર નોકરી મેળવવાનો પ્રયાસ કરનાર બન્ને યુવકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

Banaskantha news - બંને યુવકોની અટકાયત કરી સુઇગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha)ભારત પાકિસ્તાન બોર્ડર (India-Pakistan border)વિસ્તારમાંથી બીએસએફના (BSF)નકલી આઈકાર્ડ (Fake Card of BSF)સાથે બે યુવકો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. નડાબેટ ખાતે ચાલી રહેલા બોર્ડર ટુરીઝમમાં સિક્યુરિટીનું કામ મેળવવા માટે બેકાર યુવકે નકલી કાર્ડ બનાવ્યું હોવાનું સામે આવતા જ પોલીસે બંને યુવકોની અટકાયત કરી સુઇગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    સુઈગામના નડાબેટ ખાતે ચાલી રહેલા ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી મેળવવા માટે એક બેકાર યુવકે તે બીએસએફમાં (BSF)રાજ્ય સેવક હોવાનું નકલી આઇકાર્ડ લેટરપેડ બનાવ્યા હોવાની ફરિયાદ સુઈગામ પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં દિયોદરના નવા વાતમ ખાતે રહેતા કૃપાલસિંહ બાબુસિંહ વાઘેલાએ નડાબેટ ખાતે ચાલી રહેલી ટુરિઝમના કામમા સિક્યુરિટીનું કામ મેળવવા માટે તરકીબ અજમાવી હતી. જેમાં તેણે ગૂગલ વેબસાઈટ પરથી કાર્ડ ડાઉનલોડ કર્યું હતું અને બાદમાં તેના મિત્ર ભરતપુરી લાલપુરી ગોસ્વામીની મદદથી લિકર કાર્ડ, કેન્ટીન સ્માર્ટ કાર્ડ અને બીએસએફ રાજ્ય સેવક તરીકેનું નકલી કાર પણ બનાવ્યું હતું.

    આ પણ વાંચો - અમદાવાદ : યુવક અને યુવતી ભાગી ગયા પરંતુ જેલ જવાનો વારો આવ્યો પોલીસ કર્મીને

    બીએસએફના સક્ષમ અધિકારીના ખોટા સહી સિક્કા વાળો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો જોઇનિંગ લેટર પણ બનાવ્યો હતો. જોકે આ અંગેની જાણ થતાં જ સુઈગામ પોલીસે રાજ્યસેવક તરીકેના નકલી કાર્ડ બનાવનાર નોકરી મેળવવાનો પ્રયાસ કરનાર બન્ને યુવકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો - અમદાવાદ : તમારા ઘરની બહાર AMC લખશે X અને P, જાણો તેનો શું છે મતલબ

    બનાસકાંઠા: રીક્ષા અને જીપડાલા વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    બનાસકાંઠામાં ધાનેરા પાસે રિક્ષા અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષામાં બેઠેલી એક મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાને પગલે રાહદારીઓના ટોળા જોવા ઉમટ્યા હતા. સ્થાનિક પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. થરાદના સિધોત્રા ગામનો ઠાકોર પરિવાર પોતાની રિક્ષા લઈને ધાનેરાથી સરાલ તરફ જઈ રહ્યો હતો તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ જીપડાલા અને રિક્ષા સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો
    Published by:Ashish Goyal
    First published: