આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha)આજે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં (Accident)2 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ડીસાના (Deesa)બુરાલ પાસે હિટ એન્ડ રનની (Hit and run)ઘટનામાં યુવક જ્યારે ગોઢા પાસે ટ્રેકટર નીચે કચડાતાં બાઈક ચાલક સહિત બે યુવકોના મોત થયા હતા. ડીસા તાલુકાના બુરાલ ગામ પાસે પીરસિંગ સોલંકી અને તેમના મિત્ર દીપસિંગ સોલંકી ખેતરની વાડ પાસે બેઠા હતા, તે સમયે ભચારવા ગામ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી કારને જોઈ બંને ભાગવા જતા પીરસિંગને ટક્કર મારતા અકસ્માત (Accident news)સર્જાયો હતો.
અકસ્માતમાં પીરસિંગને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ સિવાય ડીસા થરાદ રોડ પર પ્લાસ્ટિકની પાઈપો ભરીને ટ્રેકટર ગોઢા પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક પાઇપો ભરેલી હોવાથી ટ્રોલી ઉથલી જતા ટ્રેકટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાજુમાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. અડફેટે આવી જતા બાઇક ચાલક ટ્રેકટર નીચે 50 ફૂટ સુધી ઘસડાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક લાખાભાઈ રબારીને ગંભીર ઈજા પહોંચી હતી.
બનાવને પગલે આજુબાજુના લોકોએ ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લાખાભાઈ રબારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ ડીસા તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના મોત થતા ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા પાસે બે માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત
બનાસકાંઠામાં અકસ્માતની ઘટનામાં વધારો
બનાસકાંઠામાંમાં અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર આજે બે અલગ અલગ જગ્યાએ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. ભડથ ગામ પાસે ટ્રિપલ અકસ્માત (Triple accident)સર્જાયો હતો. પવન ચક્કીનું પાંખીયું લઈને જતા ટ્રેલર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રેલર અને ટ્રક વચ્ચે ઇકો ગાડી ફસાઇ જતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. અકસ્માત એટલો ગોઝારો હતો કે ઇકો ગાડીના પતરા કાપીને ચાલકની લાશને બહાર કાઢી હતી. આ સિવાય અમીરગઢના જોરાપુરા પાટીયા પાસે રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામસામે અથડાતાં સર્જાયેલા આ અકસ્માતમાં બાઈકચાલક ચેહરસિંહનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર