અંબાજીઃ બાઇક અને ST વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

 • Share this:
  મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ બપોરના સુમારે અંબાજી નજીક પાનસા પાસે એક બાઈક અને એસ ટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બાઇક પર સવાર એક વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે  અન્ય એક વ્યક્તિનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

  પ્રાપ્ત વિગત પ્રમાણે અંબાજી નજીક આવેલા પાનસા પાસે બપોરના સમયે એક બાઇક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો. ઘટનામાં બાઇક પર સવાર હંસા ગલબા સોલંકી તથા હોજા નાના સોલંકી નામના પુરુષોના મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે હોજા નાના સોલંકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના બાદ બસ ચાલક બસ મૂકી ફરાર થઇ ગયો હતો તો મૃત્યુને લઇને આદિવાસી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

  અહી ક્લિક કરી વાંચોઃ દેશમાં ક્રિકેટની શરૂઆત ક્યારે અને ક્યાં થઇ ? જવાબ જાણીને થશે ગર્વ!

  સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બાઇક ચાલક જંબેરા ગામથી અંબાજી તરફ આવી રહ્યાં હતા, એ દરમિયાન અહીંથી પસાર થઇ રહેલી એસટી બસ નીચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ એસટી બસ ચાણસ્મા ડેપોની અંબાજી રૂટની હોવાનું સામે આવ્યું છે. તો પોલીસ કાફલો તથા એસટી ડિવિઝનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
  Published by:Sanjay Vaghela
  First published: