ઉત્તર ગુજરાતમાં 'સંબંધ'ની હત્યા : બે બનાવ, બંને બનાવમાં પતિએ પત્નીની હત્યા કરી

News18 Gujarati
Updated: March 18, 2020, 10:58 AM IST
ઉત્તર ગુજરાતમાં 'સંબંધ'ની હત્યા : બે બનાવ, બંને બનાવમાં પતિએ પત્નીની હત્યા કરી
ધાનેરા પોલીસ સ્ટેશન.

બંને બનાવમાં પતિએ પત્નીની હત્યા કરી, એકમાં આડો સંબંધ તો બીજા બનાવમાં અન્ય કારણ જવાબદાર.

  • Share this:
હિંમતનગર/પાલનપુર : ઉત્તર ગુજરાત (North Gujarat)માં સંબંધની હત્યા (Murder)ના બે બનાવો સામે આવ્યા છે. બંને બનાવોમાં બે મહિલાઓની હત્યા થઈ છે. આ હત્યાઓ બીજા કોઈ નહીં પરંતુ મહિલાઓના પતિએ (Husband Killed Wife)જ કરી છે. હત્યાના એક બનાવમાં પતિને તેની પત્ની પર આડા સંબંધ (Extramarital Affairs)ની શંકા હતી. જ્યારે બીજા બનવામાં પતિ અસ્થિર મગજનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બનાવ-1, સાબરકાંઠા : પ્રથમ બનાવ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ ગામે બન્યો છે. અહીં આડા સંબંધના વહેમમાં એક પતિએ તેની પત્નીના માથા પર કુહાડીના ફટકા માર્યા હતા. જે બાદમાં મહિલાને સારવાર માટે હિંમતનગરમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન પત્નીનું મોત થયું છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને પતિની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.બનાવ-2, બનાસકાંઠા : બીજો બનાવ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જાડી ગામે થયો છે. અહીં સંબંધોની હત્યા થઈ છે. જેમાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને પત્નીની હત્યા કરી નાખી છે. 45 વર્ષીય કુંવરબાઈની
હત્યાથી અરેરાટી વ્યાપી છે.

આ બનાવમાં એવી માહિતી મળી છે કે મહિલાનો પતિ સેરસિંહ સોલંકી અસ્થિર મગજનો હોવાથી હત્યા કરી નાખી છે. ધાનેરા પોલીસે આ મામલે સેરસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધી છે. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.
First published: March 18, 2020
વધુ વાંચો
अगली ख़बर