ઊંઝામાં આધેડને બચાવવવા જતાં યુવાન ડૂબ્યો, બંનેનાં મોત

 • Share this:
  મહેસાણાના ગામ તળાવમાં બે વ્યક્તિના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા એક આધેડ વ્યક્તિ ડૂબ્યા હતા જેઓને બહાર કાઢવા પાછળ યુવાન કુદ્યો હતો, જો કે તે પણ ડૂબી ગયો હતો. બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

  પ્રાપ્ત વિગત પ્રમાણે ઊંઝાના ગામ તળાવમાં 2 વ્યક્તિના ડૂબવાથી મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. છેલ્લા બે દિવસથી ગુમ આધેડ તળાવમાં ડૂબી ગયાનું સામે આવ્યું હતું. બાદમાં તળાવમાં મૃતદેહની શોધખોળ માટે એક યુવક પણ તળાવમાં પડ્યો હતો, જો કે તે પણ કોઇ કારણોસર ડૂબી જતા સ્થાનિકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

  અહીં ક્લિક કરી વાંચોઃ સરકારી રેકોર્ડમાં 'શહીદ' નથી ગણાતાં CRPF અને BSFનાં જવાન

  ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ તળાવ પાસે દોડી આવી હતી. બાદમાં બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
  Published by:Sanjay Vaghela
  First published: