મહેસાણા: કંકોત્રીમાં નામને લઈ સ્ટેજ પર જ બે ઠાકોર MLA વચ્ચે વિવાદ

News18 Gujarati
Updated: April 29, 2019, 7:22 AM IST
મહેસાણા: કંકોત્રીમાં નામને લઈ સ્ટેજ પર જ બે ઠાકોર MLA વચ્ચે વિવાદ
આ સમૂહ લગ્નમાં આ બે ધારાસભ્યો વચ્ચે સ્ટેજ પર જ સમૂહ લગ્નની પત્રિકામાં નામના મુદ્દે વિવાદ સર્જાયો હતો

આ સમૂહ લગ્નમાં આ બે ધારાસભ્યો વચ્ચે સ્ટેજ પર જ સમૂહ લગ્નની પત્રિકામાં નામના મુદ્દે વિવાદ સર્જાયો હતો

  • Share this:
કેતન પટેલ, મહેસાણા : મહેસાણાના કડીના ફતેપુરા ખાતે ઠાકોર સમાજનો સમુહ લગ્ન યોજવામાં આવ્યો. જેમાં કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે સ્ટેજ પર જ વાદવિવાદ થતા મામલો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. સમુહ લગ્નની પત્રિકામાં જુગલજી ઠાકોરના નામને લઈને વિવાદ થયો હતો, જેમાં કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, બેચરાજીના ધારાસભ્ય ભરતજી પર પોતાની ભડાસ કાઢી હતી.

પ્રાપ્ત માહિતી અનુસરા, મહેસાણાના કડી તાલુકાના ફતેપુરા ગામે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ત્રીજા સમૂહ લગ્નોત્સવ યોજાયા હતો. જેમાં સમાજના 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ લગ્નોત્સવમાં કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને બહુચરજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ હાજરી આપી હતી.

મહત્વની વાત એ છે કે, આ સમૂહ લગ્નમાં આ બે ધારાસભ્યો વચ્ચે સ્ટેજ પર જ સમૂહ લગ્નની પત્રિકામાં નામના મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેમાં કડીના કોંગી કાર્યકરોનું નામ પત્રિકામાં નહીં હોવાથી અને ભાજપના જુગલજી ઠાકોરનું નામ પત્રિકામાં જોઈ સ્ટેજ પર જ ભાષણ દરમ્યાન કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે, બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો.બળદેવજીએ ભડાસ કાઢતા કહ્યું કે, જેણે સમાજના યુવાનોને દારુના રવાડે ચડાવ્યા. તેવા લોકોનું તમે આ પત્રિકામાં નામ શા માટે લખ્યું છે. કેમ એવા લોકોનું નામ નથી લખ્યું, જેણે સમાજ માટે 15-15 દિવસ સુધી જેલની હવા ખાધી. ઉલ્લેખનીય છે કે, બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર થોડા દિવસ પહેલા કોગ્રેસના સભ્ય પદમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરના ખાસ માનવામાં આવે છે.
First published: April 28, 2019, 8:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading