liveLIVE NOW

Live news update: અરવિંદ કેજરીવાલ રાજકોટ પહોંચ્યા, આપના નેતાઓ દ્વારા કરાયું સ્વાગત

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | May 11, 2022, 15:02 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 8 DAYS AGO
    14:45 (IST)
      દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ 

    એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્વાગત

     કરવામાં આવ્યું છે. કેજરીવાલ હોટલ ઇમ્પેરિયલ પેલેસ ખાતે તેઓ રોકાણ કરવાના છે.

    14:23 (IST)
      રાજ્યમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ ( GUJCET)ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા ટ્વીટર પર (Jitu Vaghani)એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ 12-5-2022ના રોજ થશે

    13:25 (IST)
      15 અને 16 મેના રોજ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની ચિંતન શિબિર યોજાશે. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલની અધ્યક્ષતામાં બે દિવસીય શિબિર યોજાશે. સંગઠન અને ભાજપ કોર કમિટીના સભ્યો સહિત 40 આગેવાનો હાજરી આપશે.

    11:52 (IST)
    11:18 (IST)
    10:10 (IST)
      આ વખતે પણ ધો. 1 થી 8 માં માસ પ્રમોશન અપાયુ છે. પણ  ધો. 9 થી 11 માં 60 ટકા વિદ્યાર્થી ફેલ થયા છે. જેના કારણે તે વિદ્યાર્થીઓનુ ભવિષ્ય ન બગડે તેને લઈને શાળા સંચાલક મંડળ દ્વારા ધો 9 અને 11ની ફરી રીટેસ્ટ લેવાય તેવી સરકારને અપીલ કરી છે. આ વર્ષે ધો. 9 અને 11માં 50 થી 60 ટકા વિદ્યાર્થીઓ સ્કુલે લીધેલી પરીક્ષામાં નાપાસ થતાં સ્કુલ સંચાલ મંડળે રિટેસ્ટ લેવાય તેવી સરકાર પાસે રજુઆત કરી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ પાસે જુદા જુદા શહેરો અને જિલ્લામાંથી અનેક રજૂઆતો આવી છે કે ધો. 9 અને 11 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહમાં 50 થી 60 ટકા વિદ્યાર્થીઓ ફેલ થયા છે. જેથી વિદ્યાર્થીઓનું એક વર્ષ ન બગડે તે રીતે ચાલુ વર્ષે નાપાસ થનારા ધો. 9 અને 11 ના વિદ્યાર્થીઓની રી ટેસ્ટ લેવાય.

    9:38 (IST)
    9:38 (IST)
    9:16 (IST)
      પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ મહાદેવના દર્શન


    8:34 (IST)
    આજે બુધવાર, અગિયારમી મે, 2022 (11th May, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10.00 વાગે કેબિનેટની બેઠક મળશે. જેમા રાજ્યમાં પાણીની સ્થિતિ, ધાસરાચારાનાં પ્રશ્નો અંગે ચર્ચા કરાશે. ચૂંટણી પહેલા અધુરા પ્રોજેક્ટોને ગતી આપવા સમીક્ષા કરાશે. 12મીએ ભરૂચમાં પીએમનાં વર્ચ્યુઅલ કાર્યક્રમની સમીક્ષા કરાશે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટનાં પ્રવાસે, બપોરે 2.45 વાગે રાજકોટ એરપોર્ટ પહોચેશે. સાંજે 7.00 વાગે શાસ્ત્રી મેદાનમાં જન સભાને સંબોધિત કરશે. આગામી 24 કલાક કાળઝાળ ગરમી યથાવત રહેશે. 24 કલાક બાદ હવામાં ભેજનું પ્રમાણ વધશે અને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે.