મોરબીમાં વૃદ્ધનું અપહરણ કરી હનીટ્રેપમાં ફસાવનાર 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ વૃદ્ધનો ફોટો મહિલા સાથે પાડી વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસેથી 22 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
આજે મંગળવાર, 22 માર્ચ 2022 (22 March, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે બે શેસનમાં વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થશે, સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે સાડા આઠ વાગ્યા સુધી ચાલશે ગૃહની કાર્યવાહી. આજે કોર્પોરેશન સામે ખાનગી ડોકટરોનું વિરોધ પ્રદર્શન, કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા સી ફોર્મને લઈને પડતી મુશ્કેલીના વિરોધમાં પ્રદર્શન કરશે. સેન્ટ્રલ જેલમાં બંધ અતિક અહેમદનો જેલમાં હોળી રમતો ફોટો વાયરલ થતાં વિવાદ, ફોટો સાચો છે કે ખોટો તેની તપાસમાં પોલીસ લાગી. રાજકોટમાં મહારાષ્ટ્રની કેરીનું આગમન, કેસર માટે હજુ દોઢ મહિનાની રાહ જોવી પડશે. સુરતના ઉદ્યોગપતિની હનુમાન ભકિત, સમગ્ર ડાંગ જિલ્લામાં 311 હનુમાનજીના મંદિર બનાવવા કર્યો સંકલ્પ, જેમાંથી 14 મંદિરનું લોકાર્પણ થઈ ગયું છે. બોટાદ સાળંગપુર હનુમાન મંદિર ટ્રસ્ટ જિલ્લાના તમામ સાધુ સંતોને કાશ્મીર ફાઈલ્સ મૂવી બતાવશે. જામનગરનું દંપતી ત્રણ બાળકો સાથે લાપત્તા બનતા પરિવારમાં ચિંતા, આર્થિક કારણોસર પરિવાર કયાંક જતું રહયું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ.