ગુજરાતમાં કેવો છે પાટીદારોનો રાજકીય પાવર. કેમ પાટીદારો ગુજરાતના રાજકારણમાં છે મહત્વના. જુઓ આ વીડિયો
18:14 (IST)
ગુજરાતમાં કેવો છે પાટીદારોનો રાજકીય પાવર. કેમ પાટીદારો ગુજરાતના રાજકારણમાં છે મહત્વના. જુઓ આ વીડિયો
18:13 (IST)
પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા ફરી એકવાર માંગ ઉઠી છે. આવો જાણીએ વસ્ત્રાલ વિસ્તારના એવા પાટીદારોની વ્યથા કે જેમની પર આંદોલન બાદ અનેક કેસ ચાલી રહ્યા છે
16:53 (IST)
મહેસાણા
સરકાર દ્વારા કેસ પરત ખેંચવા મામલે લાલજી પટેલનું નિવેદન
સરકારે જે 10 કેસ પરત કર્યા છે તે સારી શરૂઆત કરી છે
છેલ્લા 6 વર્ષથી તમામ કેસ પરત કરવાની માંગણી છે
અનામત આંદોલન સમયે શહીદ થયેલ 14 યુવકના પરિવારે ના સરકારી કે અધ સરકારી નોકરી આપવાની અમારી માંગ છે
ગુજરાત કરણીસેના પ્રમુખ જે.પી.જાડેજાનું નિવેદન, નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઈએ
16:30 (IST)
ગુજરાત કરણીસેના પ્રમુખ જે.પી.જાડેજાનું નિવેદન, નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઈએ
આજે સોમવાર, 21મી માર્ચ 2022 (21 March, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે બાર વાગ્યાથી વિધાનસભાની ગૃહની કાર્યવાહી શરૂ થશે. મહેસૂલ, કાયદો, પશુપાલન, ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે. આજે વિદ્યાસહાયકો ગાંધીનગરમાં એકઠા થઈ વિરોધ કરશે, 18 હજાર ખાલી જગ્યાની સામે માત્ર 3300 જગ્યા ભરવાની સરકારની જાહેરાત તેમજ જાહેરાતમાં પણ ભાષાના વિષયોની જગ્યા વધુ અને અન્ય વિષયોની ઓછી જગ્યાને કારણે રોષ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજથી નમો વડ વનનો પ્રારંભ કરાવશે. સેકટર 14ના ગાંધીનગર રેલવે સ્ટેશન પર પાછળ વડનું વાવેતર કરીને પ્રારંભ કરાવશે. વલસાડના કપરાડામાં પાર, તાપી, નર્મદા લિંક યોજાનાના વિરોધમાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં જોડાશે. આજે પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવ શરૂ કરાશે. આ સાથે ગીતાનો અભ્યાસક્રમ ચિત્રોની સાથે ભણવવામાં આવે તેવી શાળા સંચાલકો આજે માંગ કરશે.