liveLIVE NOW

Live news update: વાપી નજીક મોહન ગામ ફાટક પાસે અકસ્માત, 2 ના મોત, 4 ઈજાગ્રસ્ત

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | May 10, 2022, 19:52 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 13 DAYS AGO
    19:0 (IST)
    18:2 (IST)
    15:34 (IST)
      દાહોદમાં રાહુલ ગાંધીની આદિવાસી સત્યાગ્રહ રેલી બાદ સર્કિટ હાઉસમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક.

    14:56 (IST)
      રાહુલ ગાંધીએ દાહોદમાં સંબોધન બાદ કર્યુ ટ્વિટ

    14:50 (IST)
    14:0 (IST)
    13:28 (IST)
      રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર પ્રદેશ ભાજપનો પ્રહાર કરતા ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, મહાત્મા ગાંધીજીની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરીવારે દેશ પર હુકુમત ચલાવી તેમના ફરજંદને પુજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે ?? તે પણ ગુજરાત માં???

    12:57 (IST)
      રાહુલ ગાંધીએ આદિવાસી રેલીને સંબોધન કરતા જણાવ્યુ કે, આ કોઇ પબ્લિક મિટિંગ નથી, પરંતુ આંદોલન સત્યાગ્રહની શરૂઆત છે. કોંગ્રેસ પાર્ટીને બે હિંદુસ્તાન નથી જોઇતા. જેમાં દરેક વ્યક્તિને સન્માન મળવુ જોઇએ. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે દેશમાં કરી રહ્યા છે. જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસ પાર્ટીને બે હિંદુસ્તાન નથી જોઇતા. જેમાં દરેક વ્યક્તિને સન્માન મળવુ જોઇએ.

    12:46 (IST)
      રાહુલ ગાંધીએ આદિવાસી રેલીને સંબોધન કરતા જણાવ્યુ કે, આ કોઇ પબ્લિક મિટિંગ નથી, પરંતુ આંદોલન સત્યાગ્રહની શરૂઆત છે. કોંગ્રેસ પાર્ટીને બે હિંદુસ્તાન નથી જોઇતુ. જેમાં દરેક વ્યક્તિને સન્માન મળવુ જોઇએ.

    આજે મંગળવાર, 10 મે 2022 (10th May,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે. દાહોદમાં સવારે 11.00 વાગે નવજીવન કોલેજ કેમ્પસમાં આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધિત કરશે. બપોરે 1.30 વાગે ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યો સાથે બેઠક કરશે. બપોરે 2.30 વાગે ગુજરાતનાં આદિવાસી નેતાઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આજે કિશાન મોરચાની બેઠક. જેમા આગામી સમયનાં કિશાન મોરચાના ચૂંટણી સુધીના કાર્યક્રમની રૂપરેખા પર ચર્ચા થશે. વર્લ્ડ બેંકના અધિકારીઓ આજે સુરતના રિવર ફ્રન્ટની મુલાકાત લેશે. તાપી નદીના બંને કિનારે રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે લોન મેળવવા પાલિકાની કવાયત. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી. એલ સંતોષ, કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા અને એસ ટી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ સમીરા ઉરાવની ઉપસ્થિતિમાં એસ ટી મોરચાની બેઠક થશે. સવારે 10.00 વાગ્યાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરમાં ટેન્ટસિટી-1 ખાતે બે દિવસીય બેઠકનું આયોજન કરાયું છે.