liveLIVE NOW

Live news update: રામોલમાં તોડફોડ : હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીને રાહત, ફરિયાદ પરત ખેંચવાની રિવિઝન અરજી મંજૂર

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

 • News18 Gujarati
 • | May 09, 2022, 17:15 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 11 DAYS AGO
  16:51 (IST)
  15:18 (IST)
  15:17 (IST)
    રહેવાનીરાજ્યમાં હજી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ઉતર પશ્ચિમ પવન ફૂંકાવવાને કારણે તાપમાનમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે કંડલા, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. 

  15:4 (IST)
  14:3 (IST)
    દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો છે. વસંત ભટોળ બનાસકાંઠાથી 50 જેટલી બસોમાં સમર્થકો સાથે બનાસકાંઠાથી ગાંધીનગર જવા રવાના થયા હતા. મહત્વનું છે કે, વસંત ભટોળ 2007માં દાંતા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયા હતાં. ત્યારબાદ વર્ષ 2012માં ટિકિટ ન મળતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતાં. વસંત ભટોળ બનાસબેંકના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. મહત્વનું છે કે, 2019માં કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા

  12:45 (IST)
    ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો હુંકાર, '2022ની ચૂંટણીમાં હું રાધનપુરથી જ લડીશ'

  11:37 (IST)
  11:8 (IST)
    ભારતીય ઇતિહાસમાં મુઘલોને બહુ શક્તિશાળી દર્શાવાયા છે, પરંતુ કેટલાક પ્રસંગો એવા છે જ્યારે કોઈ ભારતીય રાજાએ અકબર જેવા શક્તિશાળી મુઘલ સમ્રાટને પણ હેરાનપરેશાન કરી નાખ્યો હતો. આપણે વાત કરી રહ્યા છીએ મેવાડની શાન કહેવાતા મહારાણા પ્રતાપની. મહારાણા પ્રતાપે શક્તિશાળી અકબરને માત આપીને અન્ય રાજપૂત રાજાઓ માટે પણ એક ઉદાહરણ સ્થાપિત કર્યું કે પોતાના ગૌરવ અને સ્વતંત્રતા માટે કેવી રીતે લડી શકાય છે. સોમવારે આખો દેશ તેમની જન્મજયંતિ મનાવી રહ્યો છે. મેવાડના રાજા પ્રતાપ સિંહ પ્રથમ અથવા મહારાણા પ્રતાપનો જન્મ અંગ્રેજી કેલેન્ડર મુજબ 9 મે 1540ના રોજ મેવાડના કુંભલગઢમાં સિસોદિયા વંશમાં થયો હતો. તેમના પિતાનું નામ ઉદય સિંહ દ્વિતીય અને માતાનું નામ મહારાણી જયવંતા બાઈ હતું

  10:17 (IST)
    સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં કડાકો

  આજે વાર, માર્ચ 2022 (March,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. ગુજરાત સંયુક્ત મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન. રાજયમાં ફરી એકવાર કોરોના વકર્યો હોય તેમ લાગે છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધ્યા છે. પાલડી NID કેમ્પસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કેસો આવતા પાલડી NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં આ કેસો નોંધાયા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં 15મી જૂનથી વરસાદની શક્યતા છે. તેમજ 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધવાની સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય. પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે આજે હાઇકોર્ટના મીડિએશન સેન્ટરમાં બેઠક થશે