liveLIVE NOW

Live news update: સુરતના દિગ્ગજ કોંગી નેતા નાનસિંહ વસાવા ભાજપમાં જોડાયા

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

 • News18 Gujarati
 • | April 06, 2022, 17:38 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 MONTHS AGO

  હાઇલાઇટ્સ

  17:42 (IST)

  ભાવનગર કોર્ટે સામૂહિક બળાત્કારના 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી.

  ભાવનગર પોલીસે તમામ આરોપી સામે માત્ર 24 કલાકમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી.

  17:41 (IST)

  આણંદમાં શોપિંગ સેન્ટરમાંથી નકલી કરન્સી ઝડપાઈ.

  100 રુપિયાના દરની 1226 નકલી નોટ પકડાઈ.

  17:40 (IST)

  દેશમાં વર્ષો જુની કોંગ્રેસ પાર્ટી એક ડૂબતું જહાજ છે:. સી.આર.પાટીલ, BJP પ્રદેશ અધ્યક્ષ

  17:39 (IST)

  સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો 

  સુરતના દિગ્ગજ કોંગી નેતા નાનસિંહ વસાવા ભાજપમાં જોડાયા.

  નાનસિંહ વસાવા પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી રહી ચૂક્યા છે.

  15:32 (IST)

  પાલનપુર તાલુકા ના મલાણા તળાવ ભરવાની માંગ ઉગ્ર બની

  13 એપ્રિલે 5 હજાર મહિલાઓ પાણી માટે રોડ પર ઉતરશે

  5 હજાર મહિલાઓ પાલનપુર મા પાણી માટે કરશે રોડ શો

  15:29 (IST)

  હવે સેનામાં 3 થી 5 વર્ષ માટે યુવાનોની ભરતી થઈ શકશે, ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશેઃ સૂત્રો

  ભારતીય સેનામાં યુવાનો માટે ટુર ઓફ ડ્યુટી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. આ અંતર્ગત યુવાનોને મર્યાદિત સમય માટે સેનામાં ભરતી કરી શકાય છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં સેનામાં 3 થી 5 વર્ષ માટે ટૂંકા ગાળાની સેવાઓ આપવાનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. આ મર્યાદા પછી અધિકારીઓ અથવા સૈનિકો ઇચ્છે તો તેમની સેવાઓ ચાલુ રાખી શકે છે. તમને જણાવી દઈએ કે પહેલા ડ્યુટીના પ્રવાસમાં માત્ર અધિકારીઓને સામેલ કરવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે અધિકારીઓની જગ્યાએ સૈનિકોને પણ સામેલ કરવામાં આવશે.

  14:35 (IST)
  14:13 (IST)

  સુરત જિલ્લા કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું 

  સુરત જિલ્લાના દિગ્ગજ કોંગી નેતા નાનસિંહ વસાવા જોડાયા ભાજપ માં

  પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા ના હાથે ખેસ ધારણ કર્યો  

  પ્રદેશ કોંગ્રેસ માં મંત્રી રહી ચૂક્યા છે નાનસિંગ વસાવા 

  2017 વિધાનસભાની ચૂંટણીમાં માંગરોળ બેઠક પર થી કરી હતી ઉમેદવારી 

  પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા સામે કરી હતી ઉમેદવારી 

  50000 થી વધુ મતો મેળવ્યા હતા 2017 વિધાન સભાની ચૂંટણી માં 

  માંગરોળ ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ નામશેષ થવાને આરે

  કોંગ્રેસ ,બી ટી પી ,અને આમ આદમી પાર્ટી ના થઇ 320 કાર્યકરો સાથે ભાજપ માં જોડાયા

  14:11 (IST)

  ફૈઝલ પટેલે એક નવું એક ટ્વિટ કર્યું.. 

  "Keeping my options open" નો અર્થ હું હંમેશા માટે સામાજિક જીવન છોડવાનું વિચારી રહ્યો છું..

  નેશનલ કોંગ્રેસને ટેગ કરીને ફૈઝલ પટેલનું આ ટ્વિટ.. 

  કોઈ પણ ઓળખ સિવાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને થાકી ગયો છું


  આજે બુધવાર, છઠ્ઠી એપ્રિલ 2022 (6th April, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. સુરત જિલ્લાના દિગ્ગજ કોંગી નેતા નાનસિંહ વસાવા જોડાયા ભાજપમાં જોડાયા, પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી રહી ચૂક્યા છે નાનસિંગ વસાવા. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે હિમંતનગરમાં, પ્રાથમિક સભ્ય મહાકુંભ તેમજ દિવ્યાંગ સન્માન સંમેલન અંદાજીત 400થી વધુ લોકો ભાજપમાં જોડાશે, સહકારી ક્ષેત્ર, નિવૃત સરકારી અધિકારીઓ, કોંગ્રેસના જિલ્લા કક્ષાના આગેવાનો જોડાશે. આજે ભાજપના સ્થાપના દિન નિમિતે પ્રદેશ ભાજપ યુવા મોરચાની આઝાદી કા અમૃત મહોત્સવની યાત્રાનો પ્રારંભ કરશે. બપોરે બાર વાગે નિકોલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ યાત્રાને લીલી ઝંડી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયમાં કાર્યકરો સાથે મુલાકાત કરશે, સવારે નવ વાગ્યાથી વિવિધ કાર્યકર્તાઓને મળશે. ભાજપના યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સુર્યાની 11 વાગે પ્રેસ કોન્ફરન્સ, તે પહેલા શાહીબાગ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરશે અને ગુજરાત કોલેજની મુલાકાત લેશે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આજથી કોંગ્રેસની ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. સાબરમતી આશ્રમથી દિલ્હી રાજઘાટ સુધી 1200 કિલીમીટરની યાત્રાનો આજથી પ્રારંભ થશે. ગુજરાત સેવા દળ દ્વારા યાત્રાનું સંચાલન કરશે. આ યાત્રામાં 75 મુખ્યપદયાત્રીઓ સહિત 125 લોકો જોડાશે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોર યાત્રાનું પ્રસ્થાન કરાવશે. 58 દિવસમાં 1200 કિલોમીટરની યાત્રા પુરી કરશે.દરેક ગામમાંથી પાણીના કળશ ભરવામાં આવશે. ગામડાઓમાં દેશભકિતના ડાયરાઓનું આયોજન કરવામાં આવશે, ગૌરવ યાત્રાના રૂટ પર આવતા ગામોમાં કોંગ્રેસની વિચાર ધારા અને કોંગ્રેસના કામોનો પ્રચાર કરવામાં આવશે.