ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર થયેલા ગેંગરેપના મામલે કપડવંજ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2018માં કપડવંજ તાલુકાના પરણિત મહિલા પર 3 ઈસમોએ ગેંગરેપ ગુજારી મહિલાની હત્યા કરી હતી. આજે આ કેસ કપડવંજ સેશન્સ કોર્ટમા ચાલી જતાં ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારવામા આવી છે. સરકારી વકીલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
ગુજરાતમાં ગરમીને લઇ હવામાન વિભાગની મોટી આગાહી. રાજ્યમાં બે દિવસ સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે,અંગ દઝાડતી ગરમી પડશે.
12:25 (IST)
આજે શુક્રવાર, 29 એપ્રિલ 2022 (29 April, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે, સવારે સાત વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. સુરતમાં ત્રિદિસીય પાટીદાર બિઝનેસ સિમિટનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલના માધ્યમથી સમિટને સંબોધશે, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલા સહિત 10 હજાર જેટલા પાટીદાર ઉદ્યોગકારો ભાગ લેશે. અમદાવાદ એરપોર્ટ ઓપરેટરનો પ્રવાસીઓ માટે નવતર પ્રયોગ, એરપોર્ટ પર રજિસ્ટર થયેલી રીક્ષાઓમાં હવે CCTV લગાવવામાં આવશે, હાલમાં પ્રાયોગિક ધોરણે 5 રીક્ષામાં સીસીટીવી લગાવવામાં આવ્યાં છે. જેનું કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ આજે ગુજરાત હાઇકોર્ટેમાં વધુ સુનાવણી હાથ ધરાશે