રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર વાપી ઉદ્યોગો પર પડી છે.ઔધોગિક નગરી વાપીની આસપાસ નાના-મોટા 4000થી વધારે ઉદ્યોગ ધંધા ધમધમી રહ્યા છે. GIDCમાં આવેલા ઉદ્યોગો એક્સપોર્ટ ઈમ્પોર્ટ પર નિર્ભર છે. આથી વિશ્વમાં બદલાતી પરિસ્થિતિને સીધી કે આડકતરી અસર અહીંના ઉદ્યોગો પર પડી રહી છે
આજે બુધવાર, 9મી માર્ચ 2022 (9 March,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. ગાંધીનગરમાં કોંગ્રેસ સેવાદળની મહિલા સભ્યો અને પોલીસ વચ્ચે મંગળવારે થયેલા સઘર્ષના વિધાનસભામાં પડઘા પડયાં છે. કોંગ્રેસની રજૂઆત બાદ વિધાનસભાના સ્પીકર નીમાબહેન આચાર્ય આજે કથિત અત્યાચારની સીડી જોયા બાદ નિર્ણય કરશે. આજે વિધાનસભા બજેટ સત્રનો છઠ્ઠો દિવસ, બપોરે બાર વાગે સત્રની શરૂઆત થશે, માર્ગ મકાન, વાહન વ્યવહાર, કુટીર ઉદ્યોગ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ વિભાગની પ્રશ્નોત્તરી, વિવિધ સમિતિઓના અહેવાલ પર ચર્ચા કરાશે. આજે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, વલસાડ, દમણમાં કમોસમી વરસાદની આગાહી છે. આજે કોંગ્રેસ કાર્યાલય પર હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી પ્રેસ કોન્ફરન્સ કરશે. વડાપ્રધાનના બે દિવસના ગુજરાત પ્રવાસને લઈને પોલીસની તૈયારીઓ. અમદાવાદ એરપોર્ટથી લઈને GMDC ગ્રાઉન્ડ સુધી બંદોબસ્ત, ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. આજે પોલીસ રિહર્સલ કરે તેવી સંભાવના