liveLIVE NOW

Live news update : જામનગર: ગ્રામ્ય વિભાગના SDM ને નડ્યો અકસ્માત

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | January 28, 2022, 22:09 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    22:10 (IST)

    જામનગર: ગ્રામ્ય વિભાગના SDM ને નડ્યો અકસ્માત

    SDM અક્ષય બુદાણીયા ને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતાં લઈ જવાયા હોસ્પિટલ

    ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા

    21:35 (IST)

    રાજ્યમાં કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી.રાત્રિ કરફ્યૂનો અમલ 4 ફેબ્રુઆરી સુધી યથાવત રાખવમાં આવ્યો. 8 મનપા સહિત 27 શહેરોમાં અમલ યથાવત રહેશે.રાત્રિ કરફ્યૂ રાત્રિના 10 વાગ્યાથી 6સુધી યથાવત રાખવામાં આવ્યો. હોટલ, રેસ્ટોરાંની હોમ ડિલિવરી સેવા 24 કલાક ચાલુ રાખવા છૂટ આપવામાં આવી

    21:0 (IST)

    મેઘરજમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ, બાઇક અને કાર વચ્ચે અકસ્માતે મોટું સ્વરુપ ધારણ કર્યું

    20:56 (IST)

    મેઘરજમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ

    • બાઇક અને કાર વચ્ચે અકસ્માતે મોટું સ્વરુપ ધારણ કર્યું
    • બે જૂથ વચ્ચે પથ્થરમારો અને વાહનોમાં થઈ હતી તોડફોડ
    • DYSP સહિતના પોલીસનો કાફલાએ મામલો થાળે પડ્યો
    18:45 (IST)

    ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવની પ્રેસકોન્ફરન્સ

    • ધંધુકા 25 તારીખે ફાયરિંગમાં કિશનની હત્યા થઈ 
    • 302, 307 આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
    • બે આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝ બાઇક પર આવ્યા હતા
    • શબ્બીર એ ફાયરીંગ કર્યું
    • આરોપી ઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતકે 6 તારીખ એ સોશિયલ મિડિયા માં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી 
    • જોકે આરોપીઓને સમાધાનથી સનતોષ ન હતો
    17:24 (IST)

    રાજ્યમાં કોરોના અંગેની નવી ગાઈડલાઈન આજે જાહેર થશે. CM નિવાસસ્થાને કોર કમિટીની બેઠક બાદ નવી ગાઈડલાઈન જાહેર થશે. 8 મહાનગરોમાં કરફ્યૂ યથાવત રાખવામાં આવશે 17 શહેરોમાં રાત્રિ કરફ્યૂ બાબતે નિર્ણય લેવાશે.

    આજે શુક્રવાર, 28 જાન્યુઆરી, 2022 (28th January,2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.