મહિલા પોલીસકર્મીનો ડાન્સ કરતો Tiktok વીડિયો વાયરલ, મંજીતા વણજારાએ તપાસના આદેશ આપ્યા

વાયરલ વીડિયોની તસવીર

મહેસાણાના નામે વીડિયો વાયરલ, વણઝારાએ કહ્યું મહેસાણાનો હોય કે ગમે ત્યાંનો પોલીસની નોકરીમાં શિસ્ત જરૂરી છે.

 • Share this:
  કેતન પટેલ , મહેસાણા : વીડિયો ડબિંગ મોબાઇલ એપ્લીકેશન ટીકટોકનો મહિલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ મહિલા પોલીસ કર્મી મહેસાણાની હોવાની ચર્ચા છે. વાયરલ વીડિયોમાં મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશનમાં ખૂબ સારો ડાન્સ કરે છે, જોકે, આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની પુષ્ટી નથી થઈ પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો મહેસાણાના નામે વાયરલ થયો છે.

  દરમિયાન વીડિયોની જાણ થતા મહેસાણાના dysp મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું છે કે આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે જોકે, વણઝારાએ એમ પણ જણાવ્યું હતું કે વીડિયો ગમે ત્યાંનો હોય પરંતુ પોલીસને નોકરીમાં શિસ્ત જરૂરી છે. ટીકટોકમાં મહિલા પોલીસકર્મીના બે વીડિયો વાયરલ થયા છે.

  આ પણ વાંચો : TV એક્ટ્રેસનો આરોપ - પતિની હત્યા કરી વીમાના પૈસા ખાઇ ગઇ સાસુ

  ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં પાછલ પોલીસ લોકઅપ દેખાતું હોવાથી તે પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટી થઈ શકે છે પરંતુ મહિલા પોલીસ કર્મી કોણ છે તેની માહિતી મળી શકી નથી. ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન ટીકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે જે બેન કરી દેતા વિવાદમાં પણ સપડાઈ હતી. એક રિપોર્ટ મુજબ, TikTok એપને દુનિયાભરમાં લગભગ 100 કરોડથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ કંપનીના અધિકાર ચીનની કંપની બાઇટડાન્સ (Bytedance)ની પાસે છે, જે દુનિયાની સૌથી વધુ વેલ્યૂવાળી સ્ટાર્ટઅપ કંપનીઓ પૈકીની એક છે.


  આ પણ વાંચો : કિંજલ દવે બાદ હવે ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા BJPમાં જોડાશે

  પ્રતિબંધ મૂકાયો હતો.
  મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેન્ચે 3 એપ્રિલે એક આદેશ જાહેર કરી સરકારને દેશમાં TikTokના ડાઉનલોડ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ બાદ મામલો ગરમાયો હતો અને કંપનીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા બાદમાં 24મી એપ્રિલે ભારત સહિત દુનિયાના અનેક દેશમાં ખુબ જ લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ મદ્રાસ હાઇકોર્ટે હટાવી લેવાયો હતો.
  Published by:Jay Mishra
  First published: