ધાનેરાના અભણ કાનુબેન પશુપાલન થકી વર્ષે રૂપિયા 72 લાખ કમાય છે

News18 Gujarati
Updated: June 29, 2019, 3:33 PM IST
ધાનેરાના અભણ કાનુબેન પશુપાલન થકી વર્ષે રૂપિયા 72 લાખ કમાય છે
કાનુબેન ચૌધરી તબેલા થકી રોજનું 600-1000 લિટર દૂધ ઉત્પાદન મેળવે છે.

ધાનેરા તાલુકાના ચારડા ગામનાં કાનુબહેન ચૌધરી 80થી વધુ શંકર ગાય, 40 મહેસાણી ગાય અને ભેંસો રાખી રોજનું 600-1000 લીટર દૂધ ઉત્પાદન કરે છે.

  • Share this:
જય મિશ્રા, અમદાવાદ : આજના ભણેલા ગણેલા અને ડીગ્રીધારી યુવાનોને પ્રેરણા મળે અને જીવનમાં કંઇક નવું કરવાનું માર્ગદર્શન આપે તેવું કામ રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ચારડામાં રહેતા અભણ પશુપાલક મહિલા કાનુબહેન ચૌધરીએ કર્યુ છે. શિક્ષીત બેકારો માટે કાનુબેન એક આદર્શ ઉદાહરણ છે, જે મહેનત કરે એ રોટલા ગમે ત્યાંથી રળી લે છે, જાણવા માટે વાંચો ધાનેરાના કાનુબેનની કહાણી

કાનુબહેન રાવતાભાઇ ચૌધરી પશુપાલનના વ્યવસાય દ્વારા વર્ષે રૂ. 72 લાખની આવક મેળવે છે. તેઓ પશુપાલનનો વ્યવસાય વર્ષોથી કરે છે. આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખુબ સરસ વિકસાવ્યો છે. થોડાક વર્ષો પહેલાં માત્ર 8-10 પશુઓ રાખતા કાનુબહેન આજે 80 થી વધુ શંકર ગાયો અને 40 જેટલી મહેંસાણી અને બન્ની ઓલાદની ભેંસો રાખે છે. તેઓ રોજનું અત્યારે 600 લીટર અને શિયાળાની સીઝનમાં 1,000 લીટર દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને રૂ. 6 લાખની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે. દૂધના ધંધામાંથી પણ આટલી સારી આવક મેળવી શકાય તે વાત સૌના માટે સુખદ આશ્વર્ય અને અભ્યાસનો વિષય છે.

આ પણ વાંચો :  રાજ્યના 56 તાલુકામાં વરસાદ : વાપીમાં 8 ઈંચ, ગણદેવી તાલુકાનાં 8 ગામો એલર્ટ કરાયા

આ સફળતા અને તબેલાના વ્યવસાય વિશે માહિતી આપતા કાનુબહેન ચૌધરીના પુત્ર અનિલ ચૌધરીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું, “ પહેલાં અમે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા, 8-10 વર્ષો પહેલાં અમે પશુપાલ શરૂ કર્યુ, શરૂઆતમાં અમારી પાસે ફક્ત ભેંસો હતી પછી ગાયોનો ઉમેર્યો કર્યો. 10 જેટલા પશુઓથી શરૂ કરી અને ધીરી ધીરે પ્રગતિશીલ પશુપાલકોના તબેલાઓની મુલાકાત લેતા ગયા અને નવી પદ્ધતીઓ શીખતા ગયા. મારા માતાની મહેનત અને તેમની ધગશથી અમે પશુઓની સંખ્યા વધારી. તેમણે પશુઓને તમામ પૂરતી સુવિધા મળે તે સુનિશ્ચિત કર્યુ. આધુનિક ઢબ સાથે અમે તબલો વિકસાવ્યો જેના કારણે અમારા પશૂઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધી.”

આ તબેલામાં ઑટોમેટિક મશીનથી દૂધ દોહવામાં આવે છે.


આ પણ વાંચો :  શિશુગૃહના બારણે તરછોડાયેલી દિકરીને મુંબઈના દંપતિએ દત્તક લીધીપશુઓ માટે શેડ
તેમના ખેતરમાં પશુઓ માટે પાકો શેડ બનાવવામાં આવ્યો છે અને પશુઓ શેડમાં ૨૪ કલાક ખુલ્લા રહે છે. પશુઓને પીવા માટે શુધ્ધ પાણી અને ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાકી ગમાણના લીધે ખોરાકનો બગાડ થતો નથી. દરરોજ સવારે-9.00 વાગે પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવવામાં આવે છે અને તેમને ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે તે દરમ્યાન શેડની સાફ-સફાઇ કરવામાં આવે છે. પશુઓને નિરણ માટે આપવામાં આવતા લીલા અને સૂકા ઘાસચારાને કાપવા માટે મોટર સંચાલિત ચાફકટરની સુવિધા છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે તે માટે 5 એકર જમીનમાં લીલું ઘાસ વાવવામાં આવે છે.

ઑટોમેટેકિ મશીનથી પશુઓને દોહવામાં આવે છે
આટલા બધા પશુઓને એક સાથે દોહવા માટે આણંદ ડેરી અને બનાસ ડેરીના માર્ગદર્શનથી પંજાબની પેટર્ન મુજબ મિલ્કીંગ પાર્લરની વ્યવસ્થા કરી છે. જેમાં એક સાથે 10 પશુઓનું દોહન ઓટોમેટીક મિલ્કીંગ મશીનથી થાય છે જેથી પશુઓને સમયસર દોહીને ડેરીમાં દૂધ ભરાવી શકાય. વીજળીની અસુવિધા હોય ત્યારે ડેરી ફાર્મનું કામ અટકે નહીં તે માટે ડીઝલ સંચાલિત જનરેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીની સીઝનમાં પશુઓને ગરમીથી રક્ષણ મળે તે માટે પંખા અને ફોગરની વ્યવસ્થા છે. ઘાસચારાની અછત હોય તેવા સમયમાં લીલા ઘાસનું અથાણું (સાઇલેજ) ના ઉપયોગથી પુરતુ દૂધ ઉત્પાદન મેળવે છે. જયારે ઓછા ઢોર હતા ત્યારે દૂધ ભરાવા ગામની દૂધ મંડળીમાં જવું પડતું હતું. હવે ખેતરની નજીકમાં જ દૂધ મંડળીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સવાર-સાંજ તેઓ દૂધ ભરાવે છે.

આ પણ વાંચો :  જામનગરના ખેડૂતે ખારેકની જૈવિક ખેતી કરી વીઘે 2.25 લાખ રૂપિયાની કમાણી કરી

એવોર્ડ્સ
પશુપાલનના વ્યવસાયમાં શ્રેષ્‍ઠ કામગીરી માટે કાનુબહેન ચૌધરીએ અનેક એવોર્ડો મેળવ્યા છે. 2016માંમાં બનાસ ડેરી પાલનપુર દ્વારા બનાસ લક્ષ્‍મીનો એવોર્ડ, 2017માં એન.ડી.ડી.બી. આણંદ દ્વારા ઉત્કૃષ્‍ટ મહિલા દૂધ ઉત્પાદક પુરસ્કાર, બનાસ ડેરી દ્વારા શ્રેષ્‍ઠ બનાસ લક્ષ્‍મી એવોર્ડ, પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્‍ઠ પશુપાલક પ્રમાણપત્ર, ઉપરાંત અનેક એવોર્ડ્સ તેમને મળેલા છે.
First published: June 29, 2019, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading