અંબાજીમાં ચૈત્રી પૂનમનું ખુબ મહત્વ, આને બાધાની પૂનમ પણ કહેવાય છે

News18 Gujarati
Updated: March 31, 2018, 3:51 PM IST
અંબાજીમાં ચૈત્રી પૂનમનું ખુબ મહત્વ, આને બાધાની પૂનમ પણ કહેવાય છે

  • Share this:
ભારતદેશનાં 52 શક્તિપીઠોમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીનો પણ અનેરો મહીમા છે. જ્યાં ચૈત્રી પુનમનાં રોજમાં અંબાનાં દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ચોટીલાનાં ચાંમુડા સ્વરૂપે હોય કે પછી બહુચરાજીમાં બહુચર સ્વરૂપે હોય, ભાદરવી પુનમની મેળાની જેમ હવે ચૈત્રી પુનમનાં દિવસનું તેટલુંજ મહત્વ વધી ગયો છે, અને એ પણ બાધાની પુનમના નામથી. જોઈએ એક અહેવાલ.....

આજે ચૈત્રી પુનમ છે એને યાત્રાધામ અંબાજીમાં ભરાતા મોટા મેળામાં ભાદરવી પુમના મેળા બાદ ચૈત્રી પુનમનો પણ તેટલું જ મહત્વ છે આજે આ ચૈત્રીપુમને લઈમાં અંબાના ધામમાં દર્શને લાખ્ખો પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી પડ્યાં છે. ને અંબાજીનાં માર્ગો પણ જયઅંબેનાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. અને ખાસ કરી ને જ્યા ભાદરવી પુનમે જે રીતે ધજાઓનો પ્રમાણ વધુ જોવા મળતુ હોય છે તેમ આ પુનમે શ્રદ્ધાળુંઓ પોતાની બાંધા માનતા પુરી કરવાં હાથ માં ધજા ને માથે માંડવી ને ગરબી લઇ માં અંબા ના દરબાર માં પહોચતા નજરે પડ્યા હતા એટલુંજ નહીં આ ચૈત્રી નવરાત્રી અને પુનમ ને તંત્ર મંત્ર માટે પણ મહત્વ નો સમય ગણવામાં આવે છે.

આમ તો પદયાત્રીઓ માતાજી નાં રથ સાથે નેજા એટલેકે ધજા લઇ ને આવે છે. પણ આ ચૈત્રી પુનમે શ્રદ્ધાળુંઓ ખાસ કરી ને માથે માંડવી ગરબી લઇને પોતાની રાખેલી બાંધા આંખડી પુર્ણ કરવાં અંબાજી પગપાળાં આવે છે. જેને ફુલો નાં ગરબા પણ કહેવામાં આવે છે. એટલુંજ નહીં આ ચૈત્રી પુનમ ને હવે લોકો બાધા ની પુનમ તરીકે પણ ઓળખવાં લાગ્યા છે. જે લોકો માતાજી નાં મંદિરે ટેક રાખી પરત ફરતાં હોય છે. ને જ્યારે તેમની ટેક પુર્ણ થતાં આ ચૈત્રી પુનમે માથે ગરબો લઇ અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચતાં હોય છે.

જોકે અંબાજીમાં હવે દરેક પુનમે મેળાવડાનો માહોલ જામતો જાય છે. ત્યારે લોકોમાં શ્રદ્ધાનાં જાણે સમુદ્ર લહેરાતો હોય તેવું લાગી રહ્યુ છે.

સ્ટોરી - મહેન્દ્ર અગ્રવાલ
First published: March 31, 2018
વધુ વાંચો
अगली ख़बर