ગુજરાતમાં પ્રથમ કિસ્સો, અકસ્માત મામલે RTO અધિકારી સસ્પેન્ડ

News18 Gujarati
Updated: June 9, 2019, 10:07 PM IST
ગુજરાતમાં પ્રથમ કિસ્સો, અકસ્માત મામલે RTO અધિકારી સસ્પેન્ડ
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર શુક્રવારે અકસ્માત સર્જાયો હતો.

અંબાજી નજીક ત્રિશૂળીયા ઘાટ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દસ જેટલા લોકોના મોત નિપજ્યા હતા અને વીસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પાલનપુરનાં આરટીઓ અધિકારી સસ્પેન્ડ

  • Share this:
ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાનાં યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂળીયા ઘાટ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દસ જેટલા લોકોના મોત નિપજ્યા હતા અને વીસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પાલનપુરનાં આરટીઓ અધિકારી ડી એસ પટેલને, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવતા વહિવટી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અંબાજી નજીક બનેલી ઘટનામાં ફરજ પર બેદરકારી દાખવનાર અધિકારી ડી એસ પટેલ વિરુદ્ધ કડક પગલા ભરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાબિત કરી આપ્યું છે કે, તેમની સરકાર સંવેદનશીલની સાથે અસરકાર અને નિર્ણાયક પણ છે. કોઈપણ તંત્ર-વિભાગનાં નાના-મોટા અધિકારીની બેદરકારી કે ફરજચૂક રૂપાણી સરકાર દ્વારા ચલાવી લેવામાં આવશે નહીં.

ઘટનાની વિગત એવી છે કે, ૩૫ જેટલા લોકો એક નાનકડા જીપડાલામાં બેસી મુસાફરી કરતા વાહનમાં ઓવરલોડીંગ થવાના કારણે અંબાજીનાં ત્રિશૂળિયા ઘાટ પાસે અકસ્માત સર્જાતા દસ લોકોના મોત અને વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માત્ર દુ:ખ વ્યક્ત કર્યું અને ફક્ત મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે એટલું જ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લાનાં આરટીઓ અધિકારી ડી એસ પટેલને ફરજમાં બેદરકારી રાખવા બદલ સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત ઓવરલોડ પેસેન્જર બેસાડનાર ડ્રાઈવરનું લાઈસન્સ રદ્દ કરવાનું તેમજ ઓવરલોડ પેસેન્જર બેસાડનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવા પણ આરટીઓને સૂચન કર્યું છે.

અંબાજી નજીક બનેલી ઘટના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુરના કાર્યક્ષેત્રમાં આવતી હોય સરકારના એન્ફોર્સમેન્ટ અને રોડ સેફ્ટીને વધુ પ્રાધાન્ય આપવા છતાં ભારવાહક વાહનોમાં નિયમો વિરુદ્ધ તેમજ ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરીને ન અટકાવી પાલનપુર આરટીઓ ઇન્સ્પેકટર ડી એસ પટેલે ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવતા ઉપરાંત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડી એસ પટેલે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચવામાં અને સ્થળની મુલાકાત લેવામાં પણ દુર્લક્ષ્ય સેવેલ હોવાનું જણાઈ આવતા આ બાબતની ગંભીર નોંધ લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેઓને ફરજ મોકૂફી પર ઉતારી દેતા સ્પષ્ટ બન્યું છે કે, ફરજ પર બેદરકારી દાખવનાર કે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓને રૂપાણી સરકાર સબક શીખવશે.

ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ એવો કિસ્સો બન્યો છે જ્યારે કોઈ આરટીઓ અધિકારીની બેદરકારી સામે આવતા તે અધિકારીને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા હોય. આજ સુધી સરકાર કે તંત્ર-વિભાગ દુર્ઘટનાઓ પર માત્ર દુઃખ વ્યક્ત કરતા રહ્યા કે સહાય કરવાની જાહેરાત કરતા રહ્યા છે પણ ક્યારેય કોઈ ગંભીર ઘટના ઘટ્યા બાદ જવાબદાર અધિકારી સામે તાત્કાલિક કડક પગલા લેવામાં આવ્યા નથી, ત્યારે અંબાજી નજીક બનેલી દુર્ઘટનાનો અહેવાલ માત્ર ૨૪ કલાકમાં મેળવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અસરકારક અને નિર્ણાયક પગલા લીધા છે.

રૂપાણી સરકારે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ ગયેલા પાલનપુરનાં આરટીઓ અધિકારીને સસ્પેન્ડ કરી અન્ય તંત્ર અને તેમના અધિકારીઓને પણ સષ્ટ સંદેશ આપ્યો છે કે, કોઈપણ તંત્ર-વિભાગનાં નાના-મોટા અધિકારીઓ ફરજચૂક કે બેદરકારી દાખવશે તો તેમનાં વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે.
First published: June 9, 2019, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading