અંબાજી: ચોરને ટોળાએ ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારી મારી નાખ્યો

News18 Gujarati
Updated: September 23, 2018, 11:18 PM IST
અંબાજી: ચોરને ટોળાએ ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારી  મારી નાખ્યો
ટોળા દ્વારા આ વ્યક્તિને ચોરીની સજા આપવા ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારવામાં આવી

ટોળા દ્વારા આ વ્યક્તિને ચોરીની સજા આપવા ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારવામાં આવી

  • Share this:
અંબાજીમાં અત્યારે પદયાત્રીઓનો ભારે ઘસારો છે. માતાના બક્તો બોલમારી અંબેના નાદ સાથે ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે, તેવામાં અંબાજી નજીક આવેલા દાંતાના હરીગઢ ગામમાં એક ક્રૂર ઘટના સામે આવી છે, અહીં ટોળાએ એક વ્યક્તિને ઝાડે બાંધી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી પાસે આવેલા દાંતાના હરીગઢ ગામમાં આ ક્રૂર ઘટના બની છે. અહીં એક આધેડ વ્યક્તિ ચોરી કરતા પકડાયો. જેને લોકોએ ખુબ માર મારી ઝાડ સાથે બાંધી દીધો, અને જાતે જ ન્યાય કરવાનું મન બનાવી આ વ્યક્તિતી પર લાકડીઓ લઈ તૂટી પડ્યા.

ટોળા દ્વારા આ વ્યક્તિને ચોરીની સજા આપવા ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારવામાં આવી. દર્દથી પીડાતો આ વ્યક્તિ બુમો પાડતો રહ્યો પરંતુ, લોકો મુકદર્શક બની આ સમગ્ર ક્રૂરતા જોતા રહ્યા. કોઈને પણ આ વ્યક્તિની દયા ના આવી.

આ પણ વાંચો

ટોળાંએ કિશોરને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધ્યો, શરીર પર છોડી કીડીઓ

આખરે કોઈકે લાંબા સમય બાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થલ પર આવી પહોંચી અને ઈજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ, પરંતુ સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું છે. પોલીસે આ મુદ્દે હરીગઢ ગામના 6 વ્યક્તિઓ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધી છે, સાથે 40થી 50ના ટોળા સામે પણ ફરિયાદ નોંધી છે. આ ઘટનાના ફરિયાદી દાંતાના પીએસઆઈ ખુદ બન્યા છે. મરનાર વ્યક્તિની ઓલક હજુ થઈ શકી નથી.ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના શનીવારે બિહારમાંથી સામે આવી હતી. અહીં પણ એક નાબાલિગ ચોરી કરતા પકડાયો હતો, અને ગ્રામજનોએ ભેગા થઈ તેને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધી દઈ ડોર માર માર્યો હતો, આટલે જ તેમની ક્રૂરતા અટકી ન હતી, અને તેના નિર્વસ્ત્ર શરીર પર કીડીઓ છોડી તેને સજા આપી હતી.
First published: September 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading