બ.કાં.: બોગસ મતદાનને લઈ બે જૂથ વચ્ચે પથ્થરમારો, તંગદિલી સર્જાઈ

પથ્થરમારાની ઘટનાથી ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે...

પથ્થરમારાની ઘટનાથી ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે...

  • Share this:
બનાસકાંઠામાં બીજા એક સ્થળેથી બોગસ મતદાનના મુદ્દે બબાલની ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં બોગસ મતદાનના મામલે પથ્થરમારાના સમાચાર મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાં પાલનપુરના સદરપુર ગામમાં કેટલાક શખ્સો દ્વારા બોગસ મતદાન કરવાના સમાચાર વહેતા થયા, જેના પગલે બે જૂથો વચ્ચે સામ-સામે પથ્થરમારો કરવામાં આવ્યો. ટુંક સમયમાં વાત પૂરા ગામમાં ફેલાઈ ગઈ, પથ્થરમારાની ઘટનાથી ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. જોકે પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ હાલમાં સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થરાદના જમડાં ગામમાં પણ બોગસ મતદાનની ઘટના સામે આવી છે. અહીં કેટલાક શખ્સો બોગસ મતદાન કરવા જતાં હતા, જેને લઈ ગ્રામજનોએ પોલીસને જાણ કરી. જેને પગલે પોલીસે ઘટના સ્થળે આવી બોગસ મતદાન કરવા જતા 8 લોકોની અટકાયત કરી છે.

હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની 93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, તેવામાં આ રીતે બોગસ મતદાન કરવાની ઘટના સામે આવતા તંત્ર સાબદુ બની ગયું છે. પોલીસે અટકાયત કરેલા લોકોની પુછપરછ હાથ ધરી છે. આ લોકો કોણ છે, કયા પક્ષ માટે બોગસ મતદાન કરવા આવ્યા હતા. તે તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે.
First published: