ડીસાથી ભાજપના શશીકાંત અને ધાનેરાથી માવજીભાઈએ મતદાન કર્યું

જિલ્લાના કુલ મતદાર 21 લાખ 40 હજાર, 303 મતદારો કરશે મતનો ઉપયોગ...

જિલ્લાના કુલ મતદાર 21 લાખ 40 હજાર, 303 મતદારો કરશે મતનો ઉપયોગ...

  • Share this:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ડીસા ભાજપના ઉમેદવાર મતદાન કર્યું છે. ડીસામાં શશીકાંત પંડ્યાએ ડીસાની જમનાબાઈ પ્રાથમીક શાળામાં સપ પરિવાર મતદાન કર્યું છે.

બીજીબાજુ, ધાનેરાના ભાજપના ઉમેદવારે પણ મતદાન કર્યું છે. ધાનેરાના ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ બાઈવાડા પ્રાથમીક શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું છે.

ડીસા ભાજપના ઉમેદવારે કર્યું મતદાન
શશીકાંત પંડ્યાએ આપ્યો પોતાનો મત
જમનાબાઈ પ્રા.શાળામાં કર્યું મતદાન
ધાનેરા ભાજપના ઉમેદવાર માવજી દેસાઈએ કર્યું મતદાન
બાઈવાડા પ્રા. શાળામાં કર્યું મતદાન

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાની 9 બેઠક પર મતદાન શરૂ, જિલ્લાના કુલ મતદાર 21 લાખ 40 હજાર, 303 મતદારો કરશે મતનો ઉપયોગ, 20 થી 39 વર્ષના 11 લાખ 14 હજાર, 796 મતદારો, જિલ્લામાં 100 વર્ષથી વધુ ઉંમરના 281 વડીલ મતદારો કરશે મતદાન, જિલ્લામાં કુલ 2553 મતદાન મથકો પર થશે મતદાન.
First published: