Home /News /gujarat /

Gandhinagar : 500 વર્ષ જૂનું વટવૃક્ષ હવે ધાર્મિક પર્યટન સ્થળમાં રૂપાંતરિત થશે, ક્યા આવેલુું છે આ વટવૃક્ષ વાંચો અહી

Gandhinagar : 500 વર્ષ જૂનું વટવૃક્ષ હવે ધાર્મિક પર્યટન સ્થળમાં રૂપાંતરિત થશે, ક્યા આવેલુું છે આ વટવૃક્ષ વાંચો અહી

આ લોકપ્રિય ધાર્મિક સ્થળ અડધા એકરમાં ફેલાયેલું છે

Mini Kabirwad : 500 વર્ષ જૂના કંથારપુર વડને મિની કબીરવડ (Mini Kabirwad) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોકપ્રિય ધાર્મિક સ્થળ અડધા એકરમાં ફેલાયેલું છે.દર વર્ષે 5 મીટરની આસપાસ આ વડનો ઘેરાવો વધતો જાય છે

  500 વર્ષ જૂનું વટવૃક્ષ હવે ધાર્મિક પર્યટન સ્થળમાં રૂપાંતરિત થશે.

  કંથારપુર વડને મિની કબીરવડ તરીકે પણ ઓળખવામાં આવે છે

  500 વર્ષ જૂના કંથારપુર વડને મિની કબીરવડ (Mini Kabirwad) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુજરાતના ગાંધીનગરના ધાર્મિક પ્રવાસન સ્થળોની યાદીમાં નવીનતમ ઉમેરો કરે છે. વિશાળ કંથારપુર (Kantharpur) વટવૃક્ષ અને તેની આસપાસના વિસ્તારમાં 6 કરોડના વિકાસ કાર્યોના પ્રથમ તબક્કામાં લેન્ડસ્કેપિંગ, (Landscaping) ધ્યાનની જગ્યાઓ, પ્રદર્શન હોલ, પાથવે (Pathway) અને ગેધરીંગ એરિયા જેવા વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

  આ લોકપ્રિય ધાર્મિક સ્થળ અડધા એકરમાં ફેલાયેલું છે

  વૃક્ષની નીચે દેવી મહાકાળીનું મંદિર (Mahakali Temple) પણ આવેલું હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આ સ્થળની મુલાકાત લે છે. આ સ્થળને કંથારપુર મહાકાળી વડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હાલમાં તે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GHPDB) દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. કંથારપુર વડનું ઝાડ અડધા એકરમાં ફેલાયેલું છે અને તે સ્થાનિક લોકોમાં પહેલેથી જ લોકપ્રિય ધાર્મિક સ્થળ (Religious Place) રહ્યું છે. આ સાઇટને સમગ્ર રાજ્ય અને દેશના અન્ય ભાગોમાંથી પણ સારી સંખ્યામાં મુલાકાતીઓ મળી રહે છે.

  દર વર્ષે 5 મીટરની આસપાસ આ વડનો ઘેરાવો વધતો જાય છે. આ વડના થડની મધ્યમાં મહાકાલી માતાનું મંદિર આવેલું છે.

  દર વર્ષે 5 મીટરની આસપાસ આ વડનો ઘેરાવો વધતો જાય છે. આ વડના થડની મધ્યમાં મહાકાલી માતાનું મંદિર આવેલું છે. આ વડની નીચે પુરાતન વાવ (Stepwell) આવેલાની લોકવાયકા છે. આ વૃક્ષ 1000 કરતાં પણ વધારે પક્ષીઓ અને વાદરાંઓનું ઘર બની ગયું છે. આ વડના ઉછેર માટે ગામના સ્થાનિકોએ જમીન દાનમાં આપી હતી અને સ્થાનિકો દ્વારા માવજત કરવામાં આવી હતી. આ વૃક્ષને ગુજરાતના હેરિટેજ ટ્રી (Heritage Tree) તરીકે કરવામાં આવ્યું છે. હવેથી કંથારપુર મહાકાળી વડ ગાંધીનગરના (Gandhinagar) ધાર્મિક પ્રવાસન સ્થળોની યાદીમાં જોડાશે. જેમાં અક્ષરધામ મંદિર, અડાલજ ત્રિ-મંદિર, મીની પાવાગઢ, શ્રી નીલકંઠ મહાદેવ મંદિર અને વાસણીયા મહાદેવ મંદિર જેવા આકર્ષણોનો સમાવેશ થાય છે.

  ક્રાફ્ટ્સમેન વિલેજ સ્થાનિક કળા અને હસ્તકલા માટે ખરીદી કરવા માટેનું સારું સ્થળ છે.

  આ ધાર્મિક સ્થળો ઉપરાંત ગાંધીનગરમાં પણ ઘણા રસપ્રદ સ્થળો (Interesting Place) છે. જે તમે જોઈ શકો છો. દાખલા તરીકે ભવ્ય અડાલજ સ્ટેપવેલ એક આર્કિટેક્ચરલ અજાયબી છે. સરિતા ઉદ્યાન એક લોકપ્રિય સ્થાનિક પિકનિક સ્થળ છે. પુનીત વન એ હિંદુ પૌરાણિક કથાઓથી પ્રેરિત બોટનિકલ ગાર્ડન (Botanical Garden) છે અને ક્રાફ્ટ્સમેન વિલેજ સ્થાનિક કળા અને હસ્તકલા માટે ખરીદી કરવા માટેનું સારું સ્થળ છે. અન્ય ઘણા સ્થાનિક આકર્ષણો છે. જેમાં તમે હરી-ફરી શકો છો. તાજેતરમાં જ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશાળ કંથારપુર વટવૃક્ષની મુલાકાત (Visit) લીધી હતી. સીએમ પટેલે સ્થળ પર સ્થાનિક રહેવાસીઓ અને બાળકો સાથે મુલાકાત કરી અને વાતચીત પણ કરી હતી. ત્યારબાદ સ્થળને ધાર્મિક પ્રવાસન (Tourism) આકર્ષણ તરીકે વિકસાવવા માટે ચાલી રહેલા વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ અગાઉ હાલના PM નરેન્દ્ર મોદી જ્યારે CM હતા ત્યારે કોઈ પણ નોટિસ વિના 2005 માં આ વટવૃક્ષની મુલાકાત લીધી હતી.

  સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશરે 14.96 કરોડ રૂપિયા જેટલો થશે

  સરકારના જણાવવા મુજબ વટવૃક્ષનો વિસ્તાર અડધા એકરમાં (Acre) ફેલાયેલો છે. તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટ (Project) પૂર્ણ કરવા જણાવાયું છે. વિશાળ વટવૃક્ષને ધાર્મિક પર્યટન સ્થળમાં રૂપાંતરિત કરવા સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ (Cost) આશરે 14.96 કરોડ રૂપિયા જણાવાઈ રહ્યો છે. તથા ACMOના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે PM મોદીના નિર્દેશો પર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કંથારપુર મહાકાળી વડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

  મહાકાળી વડના સ્થાન પર કેવી રીતે પહોચશો ?

  આ વડ હિંમતનગર અને ચિલોડા વચ્ચે આવેલ છે. અહિં જવા માટે રસ્તો બહુ સાંકડો છે પણ સુંદર છે. ત્યાં કોઈ સાર્વજનિક પરિવહન ઉપલબ્ધ નથી. તેથી તમારે પોતાના પ્રાઈવેટ વાહન (Personal Vehicle) પર સવાર થઈને તમે ત્યાં પહોંચી શકો છો. આ વડ ચિલોડાથી 18 કિમી દૂર છે. ગાંધીનગરથી મહાકાળી વડ 30 કિમી, અમદાવાદથી મહાકાળી વડ 50 કિમી, હિંમતનગરથી મહાકાળી વડ 45 કિમી આવેલો છે.

  નજીકના સ્થળો

  પ્રતિજ ગલેશ્વર :- 20 કિમી

  મહુડી :- 30 કિમી

  ગાંધીનગર : 30 કિમી
  First published:

  Tags: અમદાવાદ, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन