Home /News /gujarat /

થરાદ: પેટ્રોલપંપ પર મધરાત્રે રિવોલ્વરની અણીએ 5.70 લાખની લૂંટ, જુઓ CCTV ફૂટેજ

થરાદ: પેટ્રોલપંપ પર મધરાત્રે રિવોલ્વરની અણીએ 5.70 લાખની લૂંટ, જુઓ CCTV ફૂટેજ

સીસીટીવીમાંથી લીધેલી તસવીર

loot CCTV video: પોલીસે જણાવ્યા પ્રમાણે, આરોપીઓ રાજસ્થાન તરફથી આવ્યા હતા અને રાજસ્થાન તરફ ગયા છે.

    બનાસકાંઠા: જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે (Tharad Sanchor highway) પરના મિયાલ ગામ નજીકના પેટ્રોલપંપ (petrol pump loot cctv) ઉપર ગત મધરાતે ચાર શખસોએ ગાડીમાં આવી રિવોલ્વરની અણીએ 5.70 લાખની રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. બનાવની જાણ થતાં થરાદ પોલીસ, એલસીબી ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ લૂંટમાં લૂંટારુઓ અંગેની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી.

    ચાર લૂંટારુઓ આવ્યા હતા

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગઇકાલે વહેલી સવારે બનાસકાંઠાના સાંચોર હાઈ વે પરના મિયાલ ગામના સીમાડા પરના પેટ્રોલપંપ પર લૂંટની ચકચારી ઘટના બની હતી. આ પેટ્રોલપંપ ઉપર ગઈ મધરાતે ચાર શખસ કારમાં બેસીને આવ્યાં હતા. આ શખસોએ પેટ્રોલપંપના કર્મચારી મુકેશભાઈને રિવોલ્વર બતાવીને ટેબલના ખાનામાંથી અને અન્ય સ્થાનેથી મળી કુલ રોકડ 5.70 લાખની લૂંટ ચલાવી હતી.

    લૂંટારુઓ નંબર વગરની કારમાં આવ્યા હતા

    તમામ શખસો નંબરપ્લેટ વગરની કાળા રંગની ગાડીમાં બેસીને પોબારા ભણી ગયા હતા. લૂંટની ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તાબડતોબ બનાવા સ્થળે ધસી ગઈ હતી. આ અંગે પેટ્રોલપંપના મેનેજર સેંધાભાઈ પ્રેમાભાઈ પટેલે (રહે.મેસરા) થરાદ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો. આ સાથે આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધાં હતા. પોલીસે પેટ્રોલપંપના મેનેજરની ફરિયાદના આધારે સીસીટીવી કેમેરા ફૂટેજ કબજે કરી આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

    આ પણ વાંચો - મહેસાણા: મધરાતે આંખમાં મરચાંની ભૂકી નાંખી લૂટ્યું પેટ્રોલ પંપ, જુઓ દિલધડક CCTV

    પહેલા કર્મચારીઓને માર માર્યો

    મોં પર રૂમાલ બાંધીને અજાણ્યા ચાર શખ્સોએ કાળા રંગની નંબર વગરની પ્લેટની સ્વીફ્ટ ગાડીમાં આવી રિવોલ્વરની અણી નોકર મુકેશભાઈને બતાવી ડરાવીને પહેલા ઘણો જ માર માર્યો હતો. જે બાદ ટેબલના ખાનામાં પડેલા રોકડા 5 લાખ અને અન્ય જગ્યાએથી 70 હજાર મળી કુલ 5.70 લાખની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા.

    મેનેજરે નોંધાવી ફરિયાદ

    આ લૂંટમાં પેટ્રોલપંપના માલિકે મીડિયાને જણાવ્યા મુજબ, તેમના પેટ્રોલપંપ ઉપર ગાડીમાં આવી અજાણ્યા શખ્સોએ છોકરાઓને મારઝૂડ કરી રિવોલ્વર બતાવી 5.70 લાખની લૂંટ ચલાવી ભાગી ગયા છે. જે બાબતે મેનેજર દ્વારા થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.



    લૂંટારુઓ મારવાડી ભાષા બોલતા હતા

    પેટ્રોલપંપ પર લૂંટ થયાની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ સીસીટીવી ફૂટેજના આધારે એલ સીબી સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસે જણાવ્યા પ્રમાણે, આરોપીઓ રાજસ્થાન તરફથી આવ્યા હતા અને રાજસ્થાન તરફ ગયા છે. આ સાથે આ લૂંટારુઓ મારવાડી ભાષા બોલતા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Loot cctv, Tharad, Viral, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन