બનાસકાંઠા: બનાસકાંઠામાં (Banaskantha) થરાદ- ધાનેરા હાઇવે (Tharad Dhanera highway) પર પાવડાસણ પાટિયા પાસે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો છે. થરાદ ધાનેરા હાઇવે પર અલ્ટો કાર અને ટ્રેકટર ટ્રોલી (car tractor) વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે બાળકો સહિત 5 લોકોના મોત (death in accident) થયા છે. જ્યારે 3થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્ર્ક્ટરની પાછળ કાર ધૂૂસી ગઇ હતી
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે, રવિવારે થરાદ ધાનેરા હાઈવે જોરપુરા પાટિયા નજીક અલ્ટો કાર ટ્રેકટર ટ્રોલીની પાછળ ઘૂસી ગઇ હતી. આ અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને થતાં 108 તેમજ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ધાનેરા પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ આદરી છે. આ અકસ્માત અંગે પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, ખેડાનો એક પરિવાર ભાખડીયાલ જઇ રહ્યો હતો. 4 મૃતકો ભાખડીયાલના અને 1 મૃતક જડિયાલીનો રહેવાસી હતો. હાલ અકસ્માતને પગલે પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.
બનાસકાંઠામાં અકસ્માતની ઘટના બની.થરાદ ધાનેરા હાઈવે પર પાવડાસન પાટિયા પાસે ટ્રેક્ટર પાછળ કારની ટક્કર થઈ હતી.અક્સમાતમાં પાંચના મોત જ્યારે 3 વ્યકિતઓ ઘાયલ થયા છે. ખેડાના પરિવારને નડ્યો અક્સમાત. pic.twitter.com/3p79GYbkR4
નોંધનીય છે કે, મૂડેટી ગામમાં પતંગ લૂંટવા જઇ રહેલો એક કિશોર અચાનક જ ધ્યાનચુક થઇ જતા ગામમાં આવેલી સોસાયટી નજીક એક અવાવરૂ કૂવામાં પડ્યો હતો. 15 વર્ષની ઉંમરનો સુતરીયા આયુષ કમલેશભાઇ અચાનક જ અવાવરૂ કૂવામાં પડી ગયો હતો અને કૂવાનું પાણી પી જતાં ગૂંગણામણથી મોત નિપજયુ હતું. જેની જાણ થતાં જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ ઈડર ફાયર બ્રિગેડને કરી હતી.
જોકે, ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ આયુષનું પાણી પી જવાથી ગૂંગણામણના કારણે મોત નિપજ્યું હતું. જોકે, મૃતક કિશોરની લાશને બહાર કાઢીને 108 મારફતે ઈડર સિવિલ ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબોએ કિશોરને મૃત જાહેર કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર