'અલ્પેશ ઠાકોર પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસમાં જોડાયો છે સમાજ માટે નહીં'

News18 Gujarati
Updated: April 7, 2019, 1:35 PM IST
'અલ્પેશ ઠાકોર પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસમાં જોડાયો છે સમાજ માટે નહીં'
અલ્પેશ ઠાકોરની રાહુલ ગાંધી સાથે ફાઇલ તસવીર

ઠાકોર સમાજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં અલ્પેશ ઠાકોર પર પ્રહારો કરતા કહ્યું કે, 'ઠાકોર સમાજ કોઇ જ પાર્ટીમાં નથી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મહેસાણામાં ઠાકોર સમાજ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહારો કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તેવું પણ કહ્યું હતું કે ઠાકોર સમાજનાં મોટાભાગનાં લોકો ભાજપ સાથે છે અને રહેશે.

ઠાકોર સમાજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં અંબાલાલ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર પ્રહારો કરતા કહ્યું કે, 'ઠાકોર સમાજ કોઇ જ પાર્ટીમાં નથી. અલ્પેશ ઠાકોર સમાજ માટે રાજકારણમાં કે કોંગ્રેસમાં નથી જોડાયો. પોતાના સ્વાર્થ માટે તે પાર્ટીમાં જોડાયા છે, સમાજ માટે કોંગ્રેસમાં નથી જોડાયા. '

ભાજપ સરકારથી ઠાકોર સમાજને ફાયદો થયો છે તેવું નિવેદન આપતા કહ્યું કે, 'ભાજપ સરકાર દ્વારા જે ગુજરાતમાં નર્મદા કેનાલ લાવ્યા છે. તેનો વધારે લાભ ઠાકોર સમાજને થયો છે.'

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અલ્પેશ ઠાકોરની ‘ઠાકોર સેના’ બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ચર્ચા એવી ચાલતી હતી કે કોંગ્રેસે ઠાકોર સેનામાંથી કોઇને ટિકિટ ન આપતા ઠાકોર સેનાનાં બે સભ્યો અપક્ષ ઉમેદવારી નોંઘાવી છે. ગુજરાત ઠાકોર સેનાનાં પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોર અને સ્વરૂપ ઠાકોરે ફોર્મ ભર્યાં હતાં. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લોકસભાની ટિકીટ મેળવવા માટે ઘણા ધમપછાડા કર્યા હતા, આ સિવાય અલ્પેશ ઠાકોરે ‘ઠાકોર સેના’નાં અને તેમની નજીકનાં લોકોને કોંગ્રેસમાંથી ટિકિટ મળે તે માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ કોંગ્રેસે તેમની ઇચ્છાઓ ઉપર પાણી ફેરવી નાખ્યું હતું.
First published: April 7, 2019, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading