Home /News /gujarat /

હંમેશા મળ્યો વિશ્વાસઘાત, વિશ્વાસઘાત, વિશ્વાસઘાત...: અલ્પેશ ઠાકોર

હંમેશા મળ્યો વિશ્વાસઘાત, વિશ્વાસઘાત, વિશ્વાસઘાત...: અલ્પેશ ઠાકોર

    ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે સત્તાવાર તેણે જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને તેણે રાજીનામાનો પત્ર મોકલી દીધો છે. આ પત્રમાં અલ્પેશ ઠાકોરે દિલની વાત જણાવી હતી. જેમાં તેણે જણાવ્યું કે મારી સેનાનું કોંગ્રેસ દ્વારા અપમાન કરવામાં આવ્યું છે જેથી હું રાજીનામું આપું છું.

    શું કહ્યું અલ્પેશ ઠાકોરે ?

    અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું કે મારું જીવન સમાજસેવા સાથે જોડાયેલું છે, હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિધારધારા સાથે જોડાયેલો હતો. ગરીબો પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પુરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ એ...એ..એ...ધડામ! પરેશ ધાનાણી બેઠા હતા તે સોફો તૂટ્યો

    સમગ્ર ગુજરાતના મારા સેનાનાં ગરીબ યુવાનોની અવગણના અને અપમાનથી યુવાનોમાં ખુબ જ દુઃખ અને આક્રોશ છે, મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાચ હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીના ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાઇ હોત માટે જ આ નિર્ણય કરવો મારા માટે ખુબ જ દુઃખદાયક છે.

    મારી સેનાનો આદેશ છે જ્યાં અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં મારે ના રહેવું જોઇએ જેથી કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી, ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું જેનો સહજ સ્વિકાર કરશો.

    છેલ્લે અલ્પેશ ઠાકોરે લખ્યું કે કોઇ એક બાબતની ઉણપ રહી સન્માન...સન્માન...અને સન્માન...જેનું ભારોભાર દુઃખ છે. કોઇ એક બાબત હંમેશા મળી વિશ્વાસઘાત...વિશ્વાસઘાત...વિશ્વાસઘાત...
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gujarat Lok sabha election 2019, કોંગ્રેસ

    આગામી સમાચાર