વરઘોડો રોકવા મહિલાઓએ રોક્યો રસ્તો, પથ્થરમારા અને લાઠીચાર્જ બાદ તંગદિલી

પોલીસ સાથે અથડામણ બાદ ગામમાં તંગદીલી વ્યાપી ગઈ હતી.

મોડાસા નજીકના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના પરિવારમાં લગ્નપ્રસંગે વરઘોડો નીકળ્યો હતો ત્યારે ગામની અન્ય સમાજની મહિલાઓએ રસ્તો રોકી લીધો હતો. ભારે ધમાલ બાદ પરિવારે કાલે ફરી વરઘોડો કાઢવાનું જાહેર કર્યુ છે.

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લી : ઉત્તર ગુજરાતમાં વરઘોડાના કાઢવાના મુદ્દે સામાજિક અથડામમો શમવાનું નામ નથી લઈ રહી. આજે બપોરે સાબરકાંઠાના સીતવાડા ગામે વરઘોડા મુદ્દે તકરાર થયા બાદ સાંજે અરવલ્લીના મોડાસા તાલુકાના ખંભીસર ગામે વરઘોડો કાઢવાના મુદ્દે તકરાર થઈ હતી. ખંભીસર ગામે અનુસૂચિત જાતિના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળતા ગામની અન્ય સમાજની મહિલાઓ વરધોડાના રૂટ પર આવી ગઈ હતી અને ભજન શરૂ કરી દીધા હતા. દરમિયાન 3 કલાકથી વધુ ચાલેલી રકજકના અંતે બંને જૂથે સામ સામો પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારા બાદ પોલીસે માહોલને કાબુમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ગામમાં તંગદીલી વ્યાપી ગઈ હતી.

  ઘટનાસ્થળે જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો અને પોલીસે વરઘોડો કઢાવવાના પુરતા પ્રયાસો કર્યો હતા. દરમિયાન વરરાજાના પિતાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે આવતીકાલે ફરીથી વરઘોડો કાઢીશું. આ ઘટના ઘટી ત્યારે પોલીસ પણ ઉપસ્થિત હતી અને પોલીસે બંને પક્ષે સમજાવટનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તંગદીલી વચ્ચે ટોળાને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. ખંભીસર ગામે અનુસૂચિત જાતિનો વરઘોડો નીકળ્યો હતો તે વખતે અન્ય સમાજના લોકોએ વરઘોડાના રૂટમાં યજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો :  પ્રાતિજના સીતવાડામાં ઘર્ષણ, વરઘોડો પાછો કાઢ્યો હોવાનો આક્ષેપ

  આ સમગ્ર ઘટના મામલે ગામમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. પોલીસે અથાક પ્રયાસો કર્યા છે કે વરઘોડો નીકળે પરંતુ ગામની મહિલાઓએ ભજન શરૂ કરી દીધા હતા. ગામમાં જ્યાં જ્યાંથી વરઘોડો નીકળવાના હતા ત્યાં ત્યાં હવન શરૂ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ પ્રોટેક્શન વચ્ચે નીકળેલા વરઘોડાને અટકાવવા માટે ગ્રામજનોએ આવું કર્યુ હોવાનો આક્ષેપ છે.

  જ્યારે ગ્રામજનોએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે ગામમાં ત્રણ દિવસથી આ યજ્ઞ પ્રસંગે શરૂ હોવાના કારણે તેમણે વરઘોડાને રસ્તો આપ્યો નહોતો અને વરઘોડો જાણી જોઈને અટકાવ્યો નથી.
  Published by:Jay Mishra
  First published: