અરવલ્લીમાં તાલિબાની સજાનો (Talibani punishment viral video) એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, ગામ લોકો ભેલા થઇને યુવકને માર મારી રહ્યાં છે અને તેનું મુંડન પણ કરવામાં આવ્યું છે. આ યુવક પર આક્ષેપ છે કે, તે સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઇ ગયો હતો. તેને સગીરા સાથે શારિરીક સંબંધ બનાવવા હતા તેથી તે તેને ત્યાં લઇ જવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ બનાસકાંઠાના કોટડા ગામે એક પ્રેમી યુવકનું મુંડન કરી તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી હતી. અવારનવાર આવા તાલિબાની સજાનાં વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે સવાલ એ થાય કે, કોઇને પણ સજા આપવા માટે પહેલા પોલીસની મદદ કેમ લેવામાં આવતી નથી. કાયદો લોકો હાથમાં લઇને વારંવાર તેનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, એક વાયરલ વીડિયોમાં એક યુવકને માર મારવામાં આવ્યો છે અને તેનું મુંડન પણ કરવામાં આવ્યું છે. અરવલ્લીના માલપુરની એક સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઇ જવુ એક યુવકને ભારે પડ્યુ છે. મેવાડા ગામના લોકોએ યુવકને તાલિબાની સજા આપીને વીડિયો સાોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
યુવક એક સગીરાને ડુંગર વિસ્તારમાં લઈ ગયો હતો. તે દરમિયાન આ લોકોએ તેને પકડી પાડ્યો હતો. જે બાદ માલપુરના મેવાડા ગામના અમુક લોકોએ યુવકને તાલિબાની સજા આપી છે. તાલિબાની સજા આપીને યુવકને માર મારીને મુંડન કરતો વીડિયો ઉતારીને વાયરલ પણ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં લોકો આ યુવક પર આક્ષેપ કરી રહ્યાં છે કે, તે સગીરાને લલચાવીને શારિરીક સંબંધ બાંધવા માટે ડુંગર વિસ્તારમાં લઇ ગયો હતો. આ યુવાન પરણીત છે અને છોકરી સગીરા છે.
આ ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિક આગેવાનોએ આ યુવાન પાસેથી લેખિતમાં લીધું હતું કે, આવું ફરીથી તે નહીં કરે. જોકે, જે રીતે વીડિયો વાયરલ થયો છે તેને જોતા લાગી રહ્યું છે કે, માલપુર પોલીસ દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર